Get The App

યુપી પેટા ચૂંટણીઃ પોલીસ પર મતદારોને રોકવાનો આરોપ, હોબાળો થતાં પોલીસનો લાઠીચાર્જ

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
Meerapur assembly by-election clash


UP By Election Meerapur: મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સાથે ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોની 15 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ 288 બેઠકો અને ઝારખંડમાં બીજા તબક્કાની 38 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. એવામાં યુપીમાં આજે 9 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ દરમિયાન, મુઝફ્ફરનગરની મીરાપુર સીટ પર યોજાઈ રહેલી પેટાચૂંટણી દરમિયાન પથ્થરમારો થયો છે, જે બાદ પોલીસ એક્શનમાં આવી છે.

મીરાપુરમાં વોટિંગ દરમિયાન કેમ અંધાધૂંધી થઈ?

યુપીની મીરાપુર સીટ પર પેટાચૂંટણી દરમિયાન પોલીસ પર ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે પોલીસ મતદારો મતદાન કરતા અટકાવી રહી હતી.  કેટલાક લોકોને તો મતદાન કર્યા વગર જ મતદાન મથકોની કાઢી મૂકવામાં આવ્યા હતા. જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ પછી કેટલાક લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેથી પોલીસ એક્શનમાં આવી અને સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી.

આ પણ વાંચો: બિટકોઇન કાંડ: અજિત પવારે કહ્યું- ઓડિયોમાં મારી બહેનનો જ અવાજ, સુપ્રિયાએ પણ આપ્યો જવાબ

ભારે હોબાળોના કારણે પોલીસ ફોર્સ એક્શનમાં  

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની મીરાપુર સીટ પર પેટાચૂંટણી માટે ચાલી રહેલા મતદાન દરમિયાન ભારે હોબાળો થયો હતો. કકરૌલીમાં ભીડે પથ્થરમારો શરૂ કર્યો હતો, જેના કારણે પોલીસ એકશનમાં આવી હતી. હોબાળો જોતા SSP ભારે પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચીને મામલો નિયંત્રણમાં લાવવાના પ્રયત્ન કર્યો. 

યુપી પેટા ચૂંટણીઃ પોલીસ પર મતદારોને રોકવાનો આરોપ, હોબાળો થતાં પોલીસનો લાઠીચાર્જ 2 - image


Google NewsGoogle News