Get The App

મોનસૂનના કારણે કૃષિ ગ્રોથમાં મોટો ઘટાડો, 2016થી 2022 સુધીના આંકડા ચોંકાવનારા

કૃષિ ક્ષેત્રે વિકાસ દરમાં ઘટાડો થતા તેને પહોંચી વળવા માટે સરકારના પ્રયત્નો

વરસાદને પણ કૃષિ ગ્રોથના ઘરદાનું એક કારણ માનવામાં આવે છે

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
મોનસૂનના કારણે કૃષિ ગ્રોથમાં મોટો ઘટાડો, 2016થી 2022 સુધીના આંકડા ચોંકાવનારા 1 - image


Agriculture Growth Rate Down: સરકાર અને ખેડૂતો માટે એક માઠા સમાચાર છે. છેલ્લા થોડા વર્ષોથી દેશમાં મોનસૂનના કારણે કૃષિ વિકાસ દરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2023 બીજા ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રમાં વિકાસ દરમાં 3.5 ટકાથી ઘટીને 1.2 ટકા થયો છે. 

સરકાર દ્વારા નુકશાનને પહોંચી વળવા કરાશે પ્રયત્નો

દેશમાં વરસાદની અછતના કારણે વિવિધ રાજ્યમાં પાકની વાવણી અને સિંચાઈ પર અસર પડી છે. જુલાઈથી સપ્ટેમ્બરમાં ખરીફ પાકની વાવણી કરવામાં આવે છે. વર્ષ 2023માં ચોમાસું મોડું આવતા કૃષિ ક્ષેત્રે ભારે નુકશાન જોવા મળ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓક્ટોબર 2023-24ની ખરીફ સીઝન એક અનુમાન અનુસાર ઓછા વરસાદના કારણે સ્થિતિ સારી જોવા નથી મળી રહી. તેમજ બીજી બાજુ સરકાર તરફથી નબળા ચોમાસાના કારણે થનારા નુકશાનને ઘટાડવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

પ્રથમ ક્વાર્ટર કરતા બીજા ક્વાર્ટર વૃદ્ધિ દર ઘટ્યો 

ભારતીય અર્થવ્યવસ્થાએ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બીજા ક્વાર્ટરમાં અર્થતંત્ર 6.5 ટકાના વિસ્તરણનો અંદાજ મૂક્યો હતો. પરંતુ પ્રથમ ક્વાર્ટરની સરખામણીમાં બીજા ક્વાર્ટરની વૃદ્ધિ 7.8% ઓછી છે. આંકડા દર્શાવે છે કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ઉત્પાદન ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિ થઈ છે. તે 13.9% પર પહોંચી ગયો હતો જ્યારે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 3.8% નો ઘટાડો થયો હતો. બાંધકામ ક્ષેત્રનો વિકાસ દર 13.3% રહ્યો છે.

ગયા વર્ષોમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 

2016-17 માં  6.8 ટકા 

2017-18 માં 6.6 ટકા

2018-19 માં 2.1 ટકા

2019-20 માં 5.5 ટકા

2020-21 માં 3.3 ટકા

2021-22 માં 3.0 ટકા

મોનસૂનના કારણે કૃષિ ગ્રોથમાં મોટો ઘટાડો, 2016થી 2022 સુધીના આંકડા ચોંકાવનારા 2 - image


Google NewsGoogle News