Get The App

ગાઢ ધુમ્મસને કારણે 6 વાહનો વચ્ચે ભીષણ ટક્કર, નોઈડામાં હાઈવે પર અકસ્માતમાં અનેક ઘાયલ

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
ગાઢ ધુમ્મસને કારણે 6 વાહનો વચ્ચે ભીષણ ટક્કર, નોઈડામાં હાઈવે પર અકસ્માતમાં અનેક ઘાયલ 1 - image


Noida Accident : દેશમાં અનેક રાજ્યોમાં ધુમ્મસ તબાહી મચાવી રહ્યું છે. બુધવારે નોઈડાના દાદરી કોતવાલી વિસ્તારના દાદરી બાયપાસ પર સવારે ધુમ્મસના કારણે હાઈવે પર અનેક વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા. ગાઢ ધુમ્મસમાં વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અડધો ડઝનથી વધુ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. 

બુલંદશહેર તરફ જતા રોડ પર સર્જાયો અકસ્માત

મળતી માહિતી પ્રમાણે સૌથી પહેલા મહિન્દ્રા મેક્સ અને કેન્ટર પહેલા અથડાયા હતા. ત્યાર બાદ પાછળથી આવી રહેલા વાહનો ધડાકાભેર અથડાવા લાગ્યા. હાઈવે પર ઓછી વિઝિબિલિટીના કારણે કેટલાક વાહનો રસ્તાની બાજુની રેલિંગ સાથે પણ અથડાયા હતા. આ અકસ્માત બિશારા ફ્લાયઓવરથી બુલંદશહેર તરફ જતા રોડ પર થયો હતો.

રાહત બચાવકાર્યમાં લાગી પોલીસ 

પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતમાં ઘણા લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. જેથી દાદરી કોતવાલી પોલીસ તાત્કાલિક રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. 

ક્રેનની મદદથી ગાડીઓને હટાવવામાં આવી 

અકસ્માતમાં નુકસાન પામેલી ગાડીઓને ક્રેનની મદદથી રોડ પરથી હટાવવામાં આવી રહ્યા છે. જેથી અન્ય બીજા આ વાહનો સાથે અથડાય નહી. માહિતી પ્રમાણે હજુ પણ વિઝિબિલિટી ઘણી ઓછી છે. જેના કારણે પોલીસ ઘટનાસ્થળે તહેનાત કરી દેવામાં આવી છે. 


Google NewsGoogle News