'બાળ લગ્નને કારણે જીવનસાથી પસંદ કરવાનો વિકલ્પ છીનવાઈ જાય છે..' સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
Supreme Court On Child Marriage: દેશમાં થઈ રહેલા બાળ લગ્ન મુદ્દે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે (18મી ઓક્ટોબર) કડક શબ્દોમાં કહ્યું હતું કે, 'પર્સનલ લો દ્વારા બાળ લગ્ન નિષેધ અધિનિયમને અટકાવી શકાય નહીં. બાળકો સાથે સંબંધિત લગ્ન એ પોતાની પસંદગીનો જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્ર ઇચ્છાનું ઉલ્લંઘન છે. આનાથી તેમની પસંદગીના જીવનસાથી પસંદ કરવાનો વિકલ્પ ખતમ થઈ જાય છે.'
કોર્ટે માર્ગદર્શિકા બહાર પાડી
દેશમાં બાળ લગ્નમાં વધારો થવાનો આક્ષેપ કરતી પીઆઈએલ પર ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે બાળ લગ્ન નિવારણ અંગેના કાયદાના અસરકારક અમલીકરણ માટે ઘણી માર્ગદર્શિકા બહાર પાડી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડિવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેન્ચે દેશમાં બાળ લગ્ન નિવારણ કાયદાના અસરકારક અમલીકરણ માટે આ માર્ગદર્શિકા બહાર પડી હતી.
આ પણ વાંચો: દુષ્કર્મનો જુઠ્ઠો આરોપ ભારે પડ્યો, નિર્દોષ છોકરાએ 4 વર્ષની સજા કાપી હવે છોકરીને આટલી જ સજા
બાળ લગ્ન અટકાવવા અને સગીરોનું રક્ષણ
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે, 'પર્સનલ લો દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક કાયદાને ખલેલ પહોંચાડી શકાતી નથી. કોર્ટની માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે આવા લગ્નો સગીરોના જીવનસાથી પસંદગી કરવાની સ્વતંત્ર ઇચ્છાનું ઉલ્લંઘન છે. સત્તાવાળાઓએ બાળ લગ્ન અટકાવવા અને સગીરોના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને અંતિમ ઉપાય તરીકે અપરાધીઓને સજા કરવી જોઈએ.'
'બાળ લગ્ન નિવારણ અધિનિયમ કેટલીક ખામીઓ છે'
સુપ્રીમ કોર્ટેના જણાવ્યં અનુસાર, બાળ લગ્ન પ્રતિબંધ કાયદામાં કેટલીક ખામીઓ છે. બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006 બાળ લગ્ન અટકાવવા અને સમાજમાંથી તેમના નાબૂદીની ખાતરી કરવા માટે ઘડવામાં આવ્યો હતો. આ અધિનિયમ 1929ના બાળ લગ્ન પ્રતિબંધ કાયદાનું સ્થાન લે છે.