બે ઓપરેશનમાં રૂ. 120 કરોડનું ડ્રગ્સ જપ્ત, પાંચની ધરપકડ

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
બે ઓપરેશનમાં રૂ. 120 કરોડનું ડ્રગ્સ જપ્ત, પાંચની ધરપકડ 1 - image


- આસામમાં ડ્રગ્સ વિરૂદ્ધ અભિયાન

- 12 વ્હીલના ટ્રકની સિક્રેટ ચેમ્બરમાં રૂ. 115 કરોડની યાબા ટેબ્લેટ્સ છૂપાવી હતી

ગુવાહાટી : આસામના કરીમગંજ અને કચર જિલ્લામાં એક ઓપરેશનમાં રૂ. ૧૨૦ કરોડથી વધુની કિંમતની દવાઓ જપ્ત કરવામાં આવી હતી. આ માહિતી આસામ પોલીસે શુક્રવારે આપી હતી. આ મામલામાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

એક રિપોર્ટ મુજબ, કરીમગંજ જિલ્લામાં, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં, પુવામારા બાયપાસ ખાતે તપાસ દરમિયાન  ૧૨ વ્હીલના ટ્રકની સિક્રેટ ચેમ્બરમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. 

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલ ડ્રગ્સમાં ૩,૫૦,૦૦૦ યાબા ટેબ્લેટ અને ૧૦૦ સાબુના કેસોમાં છુપાયેલ ૧.૩ કિલો હેરોઈનનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત લગભગ ૧૧૫ કરોડ રૂપિયા છે. 

બીજી તરફ, પડોશી કચર જિલ્લામાં અન્ય એક ઓપરેશનમાં, પોલીસે સિલ્ચરના કાથલ રોડ પર રૂ. ૫.૫ કરોડની કિંમતની ૧૮,૦૦૦ યાબા ટેબ્લેટ્સ જપ્ત કરી હતી. સીએમ હિમંતા બિસવા સરમાએ પોલીસની કામગીરીને સોશિયલ મીડિયા સાઈટ પર બિરદાવી હતી.


Google NewsGoogle News