આસામમાં રૂ. 100 કરોડનું ડ્રગ્સ જપ્ત : ચારની ધરપકડ

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
આસામમાં રૂ. 100 કરોડનું ડ્રગ્સ જપ્ત : ચારની ધરપકડ 1 - image


- એસટીએફ અને પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન

- વાહનમાંથી 5.1 કીલો હેરોઇન, 64000 યાબા ગોળીઓ અને વિદેશી સિગારેટના ચાર પેકેટ મળ્યા

ગુવાહાટી : આસામના કરીમગંજ જિલ્લામાંથી ૧૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને આ સંદર્ભમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.

આસામ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને કરીમગંજ જિલ્લા પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.

એસટીએફના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ પ્રથાસારથી મહાન્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે અમને મિઝોરમમાંથી ડ્રગ્સના હેરાફેરીની ચોક્કસ બાતમી મળી હતી અને તેના આધારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 

અમે મળેલી માહિતીને આધારે બપોરે ૨.૧૫ વાગ્યે નિલમબઝાર પોલીસ સ્ટેશનના સુપરાકાંડીમાં એક કારને રોકી હતી. તપાસને અંતે વાહનમાંથી ૫.૧ કીલો હેરોઇન, ૬૪૦૦૦ યાબા ગોળીઓ અને વિદેશી સિગારેટના ચાર પેકેટ મળી આવ્યા હતાં. આ વાહનની નંબર પ્લેટ મિઝોરમની હતી.મહાન્તાના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા ચાર લોકોમાંથી એક કરીમગંંજનો રહેવાસી છે જ્યારે અન્ય ત્રણ મિઝોરમના થેનઝોલના રહેવાસી છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બજાર ભાવની દ્રષ્ટિએ પૂર્વ ભારતમાં જપ્ત કરવામાં આવેલો ડ્રગ્સનો આ સૌથી મોટો જથ્થો છે. આ ડ્રગ્સની ઓછામાં ઓછી કીંમત ૧૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. 


Google NewsGoogle News