Get The App

પૂણેમાં ૩૭૦૦ કરોડનું ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટ, 1800 કરોડનું કુરિયર લંડન થવાનું હતું

ડ્રગ્સ દિલ્હીની એક કુરિયર કંપની મદદથી લંડન મોકલવાનું આયોજન હતું

યુવાધનને બરબાદ કરવા માટે સફેદ ડ્રગ્સનો વધતો જતો કાળો કારોબાર

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
પૂણેમાં ૩૭૦૦ કરોડનું ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટ, 1800 કરોડનું કુરિયર લંડન થવાનું હતું 1 - image


પૂણે,૨૮ ફેબુ્આરી,૨૦૨૪,બુધવાર 

પૂણે ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટમાં ૩૭૦૦ કરોડનું ડ્ગ્સ પકડયું હતું. જેમાંથી ૧૮૦૦ કરોડનો ડ્રગ્સનો ઓર્ડર લંડનથી આવ્યો હતો એટલું જ નહી ડ્ગ્સ સપ્લાય કરવાનો પ્લાન પણ ગોઠવાઇ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ડ્ગ્સ બનાવવા માટેનું રસાયણ વીરેન્દ્રસિંહ બરોરિયા નામના શખ્સને સપ્લાય કરવામાં આવ્યું હતું. 

પૂણે પોલીસે સમગ્ર રેકેટ અંર્તગત  પુના,સાંગલી અને દિલ્હી જનારી ડ્રગ્સની હેરાફેરીનો પણ ખુલાસો કર્યો હતો. પૂણે ડ્રગ્સ રેકેટનો માસ્ટર માઇન્ડ બરોરિયા સંદીપ ધુનિયા સાથે ખૂબજ નજીકના સંબંધો ધરાવે છે.  બંને એક બીજાને વર્ષોથી ઓળખે છે. પૂણેમાં ડ્રગ્સ ફેકટરી સ્થાપવા માટે સંદીપ ધુનિયાએ ખૂબ મદદ કરી હતી. સંદિપ ધુનિયાએ ફેકટરી માટે થતો આર્થિર્ક ખર્ચ આપ્યો હતો જયારે આરોપી વિરેન્દ્રસિંહ બરોરિયા કેમિકલ એક્ષપર્ટ યુવરાજ ભૂજબળ નામના શખ્સ સાથે મળીને કુરકુમ્ભ વિસ્તારમાં ફેકટરી સ્થાપવા માટે જગ્યા જોવા ગયા હતા.

સાંગલીના અયુબ નામના ઇસમે પણ ડ્રગ્સ ઉત્પાદનમાં મદદ કરી હતી જેની મુલાકાત ૨૦૧૬માં યેરવડા જેલમાં સંદિપ સાથે થઇ હતી.  પોલીસે આરોપી બરોરિયા વિરુધ લુક આઉટ નોટિસ બહાર પાડીને તેની શોધખોળ આદરી છે. ૩૭૦૦ કરોડના કુલ જથ્થામાંથી ૧૮૦૦ કરોડનું ડ્રગ્સ દિલ્હીની એક કુરિયર કંપનીની મદદથી પેકેટ તૈયાર કરીને લંડન મોકલવાના હતા. આ પેકેટ તૈયાર કરવાની જવાબદારી અયૂબ મકંદર નામના શખ્સને સોંપવામાં આવી હતી. સાંગલીથી આ શખ્સની ધરપકડ પછી આંતરરાષ્ટ્રીય ડ્ગ્સ રેકેટના લંડન કનેકશનનો પર્દાફાશ થયો હતો.


Google NewsGoogle News