Get The App

કારમાં AC ચાલુ કરીને સૂઈ ગયો ડ્રાઈવર, ગણતરીના કલાકોમાં નિધન: આ બાબતોનું હંમેશા રાખો ધ્યાન

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
કારમાં AC ચાલુ કરીને સૂઈ ગયો ડ્રાઈવર, ગણતરીના કલાકોમાં નિધન: આ બાબતોનું હંમેશા રાખો ધ્યાન 1 - image


Image: 

AC in Car: યુપીના ઈન્દિરાપુરમમાં એક વ્યક્તિએ કારનું AC ચાલુ કર્યું અને સૂઈ ગયો. તે બાદ તે ક્યારેય ઉઠ્યો નહીં. જે એર કંડીશનરને તેણે ગરમીથી રાહત મેળવવા માટે ચલાવ્યું તે જ કારણે વ્યક્તિનો જીવ લીધો. આ કોઈ પહેલી ઘટના નથી, જ્યારે કોઈ વ્યક્તિ એસી ચલાવીને ગાડીમાં સૂઈ ગયો હોય. આવું ઘણા લોકો કરતાં હોય છે પરંતુ ઈન્દિરાપુરમમાં આ વ્યક્તિથી આખરે કઈ ભૂલ થઈ જે એસી તેમની મોતનું કારણ બની ગઈ. 

પોલીસની તપાસ અનુસાર વ્યક્તિનું મોત કારમાં શ્વાસ રૂંધાવાથી થયું. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે તેને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળ્યું નહીં. આ વાત મોતનું કારણ બની. એક બાબત બીજી કે સતત એસી ચલાવવાથી કારનું પેટ્રોલ ખતમ થઈ ગયું હતું. જેના કારણે એર કંડીશનર બંધ થઈ ગયું. વ્યક્તિને તેની જાણ થઈ નહીં અને તે ગાઢ ઊંઘમાં સૂતો રહી ગયો.

કારનું AC જીવલેણ બની શકે છે

કારમાં AC ચલાવીને સૂવાથી ડ્રાઈવરના મોતનો મામલો ખૂબ જોખમી છે. આના ઘણા કારણ હોઈ શકે છે જેના કારણે ગાડીનું એર કંડીશનર જીવલેણ બની શકે છે. 

1. કાર્બન મોનોક્સાઈડ લીક

બંધ ગાડીમાં કારનું એસી ચલાવવા પર જો ગાડીનું એન્જીન ઠીકથી મેઈન્ટેન ન થયું કે એગ્ઝોસ્ટ સિસ્ટમમાં કોઈ ખામી હોય તો કાર્બન મોનોક્સાઈડ ગેસ લીક થઈ શકે છે. આ ગેસ ખૂબ ઝેરીલો હોય છે. આ ગેસ રંગ અને ગંધ વિનાનો હોય છે. જેનાથી તેની ઓળખ કરવી મુશ્કેલ થઈ જાય છે. આ લોહીમાં હીમોગ્લોબિન સાથે જોડાઈ જાય છે. જેનાથી શરીરના અંગો સુધી ઓક્સિજન પહોંચતો નથી. જેના કારણે મોત થઈ શકે છે.

2. ઓક્સિજનમાં ઘટાડો

બંધ ગાડીમાં લાંબા સમય સુધી એસી ચલાવવાથી ગાડીની અંદરની હવા રીસાયકલ થતી રહે છે. તેનાથી અંદરનું ઓક્સિજન ધીમે-ધીમે સમાપ્ત થઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવા લાગે છે. ઓક્સિજનની ઉણપથી શ્વાસ રૂંધાવાનું જોખમ થાય છે. આ સ્થિતિ એસ્ફિક્સિયા કહેવાય છે, તેના ગંભીર પરિણામ હોઈ શકે છે, જેમાં મોત પણ સામેલ છે.

3. એરફ્લોની ઉણપ

જો ગાડી સંપૂર્ણપણે બંધ છે અને અંદરની હવા બહાર જઈ રહી નથી તો આ એક બંધ ચેમ્બર બની જાય છે. આ સ્થિતિમાં એસી ચલાવવું પણ જોખમી હોઈ શકે છે કેમ કે એરફ્લોની ઉણપથી તાજગીની હવા અંદર આવી શકતી નથી.

4. હીટ સ્ટ્રોકનું જોખમ

ઘણી વખત લોકો સૂતી વખતે એસી બંધ કરી દે છે અને બારીઓ પણ બંધ રાખે છે. દરમિયાન ગાડીની અંદરનું તાપમાન ઝડપથી વધી શકે છે, જેનાથી હીટ સ્ટ્રોકનું જોખમ થાય છે. ખાસ કરીને ગરમીની સીઝનમાં આ વધુ જોખમી થઈ શકે છે.

5. સ્લીપિંગ પોઝિશન અને જાગૃતતાની ઉણપ

કારમાં સૂતી વખતે વ્યક્તિની પોઝિશન અને જાગૃતતાની ઉણપ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. ગાડીમાં સૂતી વખતે એસીનો ઉપયોગ કરવા પર વ્યક્તિને યોગ્ય પોઝિશનમાં સૂવું જોઈએ જેથી શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન થાય.

કારમાં AC ચલાવતી વખતે આ વાતોનું રાખો ધ્યાન

ગાડીની રેગ્યુલર સર્વિસ કરાવો અને એગ્ઝોસ્ટ સિસ્ટમની તપાસ કરાવો.

ગાડીમાં CO ડિટેક્ટર લગાવો જેથી લીકેજની જાણ થઈ શકે.

ગાડીમાં સૂતી વખતે એસીનો ઉપયોગ ન કરો અને થોડી બારી ખુલ્લી રાખો જેથી હવા પાસે થતી રહે.

ગાડીને કોઈ સુરક્ષિત અને વેન્ટિલેટેડ સ્થળ પર પાર્ક કરો.


Google NewsGoogle News