DRIએ દુર્લભ પ્રજાતિના 955 કાચબા કર્યા જપ્ત, કિંમત જાણીને ચોંકી જશો

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
DRIએ દુર્લભ પ્રજાતિના 955 કાચબા કર્યા જપ્ત, કિંમત જાણીને ચોંકી જશો 1 - image

Image Source: Twitter

-  DRIએ નાગપુર, ભોપાલ, ચેન્નાઈ સહીત દેશના 6 શહેરોમાં દરોડા પાડ્યા હતા

-  આ મામલે 6 લોકોની ધરપકડ કરવામાં આવી

નવી દિલ્હી, તા. 02 ઓક્ટોબર 2023, સોમવાર

ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે કાચબાની તસ્કરી કરનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કાચબા ગંગા નદીમાંથી મળી આવતા દુર્લભ પ્રજાતિના કાચબા છે. આ કાચબાની સબંધિત પ્રજાતિને વન્યજીવ કાયદો 1972 હેઠળ રેડ લિસ્ટમાં નાખવામાં આવી હતી. ગંગા નદી કિનારે મળી આવતા દુર્લભ પ્રજાતિના કાચબાની તસ્કરી થઈ રહી હતી. આવી સ્થિતિમાં DRI દ્વારા 'ઓપરેશન કચ્છપ' ચલાવવામાં આવ્યું હતું. તે હેઠળ નાગપુર, ચેન્નઈ સહીત દેશના છ શહેરામાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં દુર્લભ પ્રજાતિના 955 કાચબા જપ્ત કરવામાં આવ્યા હતા.

DRIએ જપ્ત કર્યા દુર્લભ પ્રજાતિના કાચબા

આ ઓપરેશન સફળ થતાં DRIએ કહ્યું કે, દુર્લભ પ્રજાતિના 955 કાચબા જપ્ત કરવામાં આવ્યા છે. જેની કિંમત બજારમાં 1 કરોડ રૂપિયાથી વધુ છે. DRIએ 'ઓપરેશન કચ્છપ' હેઠળ નાગપુર, ભોપાલ, ચેન્નાઈ સહીત દેશના 6 શહેરોમાં દરોડા પાડ્યા હતા. આ મામલે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વિભાગને કાચબાની તસ્કરીમાં મોટી ગેંગની સંડોવણી હોવાની માહિતી મળી હતી. આ માહિતી બાદ ડીઆરઆઈએ દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે DRIની ટીમને એવી ગુપ્ત માહિતી પણ મળી હતી કે જીટી એક્સપ્રેસ દ્વારા લખનૌથી ચેન્નાઈ તરફ કાચબાની તસ્કરી કરવામાં આવી રહી છે. 

કાચબાની કિંમત 1 કરોડથી વધુ

આ સૂચના મળતા જ DRIએ નાગપુરમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને આ મામલે 6 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દુર્લભ પ્રજાતિના 955 કાચબા જપ્ત કરી લેવામાં આવ્યા છે. તેમાં 551 કાચબા નાગપુરથી જપ્ત કરવામાં આવ્યા છે. આ દરેક કાચબાની કિંમત 10 હજારથી 50 હજાર રૂપિયા વચ્ચેની છે. આ કાચબાઓની કિંમત 1 કરોડથી વધુ છે. કાચબાની આ પ્રજાતિઓમાં ઈન્ડિયન ટેન્ટ, ઈન્ડિયન ફ્લેપશેલ, ક્રાઉન રિવર, બ્લેક સ્પોટેડ, પોન્ડ અને બ્રાઉન રુપડ ટર્ટલ સામેલ છે. 


Google NewsGoogle News