મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં ડ્રેસ કોડ લાગુ, મિની સ્કર્ટ અને ફાટેલા જીન્સ પહેરીને જવા પર પ્રતિબંધ
Image : Shree Siddhivinayak Ganapati Temple Trust |
Dress Code At Siddhivinayak Temple : લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર મુંબઈના દાદર-પ્રભાદેવીમાં સિદ્ધિવિનાયક મંદિર ખાતે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આરાધ્ય દેવ ગણેશના દર્શન કરવા આવે છે. જ્યારે હવે સિદ્ધિવિનાયક મંદિરે આવતા દર્શનાર્થીઓને લઈને ડ્રેસ કોડ લાગુ કરાયો છે. જેમાં કોઈ શ્રદ્ધાળુ ડ્રેસ કોડનું પાલન નહીં કરે તેમને મંદિર પ્રશાસન મંદિરમાં જવાની અનુમતિ આપશે નહીં.
સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રવેશનારા દર્શનાર્થીઓ માટે લાગુ કરાયો ડ્રેસ કોડ
મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક મંદિરના દર્શનાર્થીઓ માટે ટ્રસ્ટ દ્વારા ખાસ પ્રકારનો ડ્રેસ નક્કી કરાયો હોવા અંગે ઓફિશિયલ લેટર જાહેર કર્યો છે. ટ્રસ્ટે જણાવ્યું કે, 'ગણેશ ભક્તોએ ભારતીય પરંપરા મુજબના કપડાં પહેરવા જોઈએ, જેથી અન્ય નાગરિકોને સિદ્ધિવિનાયક મંદિરમાં જવામાં શર્મનો અહેસાસ ન થાય. શ્રદ્ધાળુઓએ આખા શરીર પર કપડાં પહેરવા જોઈએ. આમ આ નિયમ તમામ દર્શનાર્થીઓ માટે અનિવાર્ય કરવામાં આવ્યો છે. જો આ ડ્રેસ કોડનો ઉલ્લંઘન કરાશે તો મંદિરમાં પ્રેવશવાની પરવાનગી મળશે નહીં.'
મહિલાઓને મિનિસ્કર્ટ અને જીન્સ પહેરવાની મનાઈ
દેશના અનેક ધાર્મિક સ્થળોએ નિયત ડ્રેસ કોડ લાગુ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, મંદિરમાં કોઈ પણ પુરુષ કે સ્ત્રીએ અશ્લીલ કપડાં પહેરવા જોઈએ નહીં. ઉપરાંત જો કોઈ ભક્ત સારા પોશાક પહેરીને તેમની પાસે આવે છે, તો તેને કેટલીક જગ્યાએ શાલ અને ધોતી પણ આપવામાં આવે છે. ડ્રેસ કોડ વિશે પણ ઘણી દલીલો અને ચર્ચાઓ છે. ઘણા મંદિરોમાં મહિલાઓને મિનિસ્કર્ટ અને જીન્સ પહેરવાની મનાઈ છે. પુરુષો પણ આ ડ્રેસ કોડથી દૂર નથી. દક્ષિણના ઘણા મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે.
સિદ્ધિવિનાયક મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. ક્યારેક એવું પણ બન્યુ છે કે, અમુક ભક્તો ઘણા ટૂંકા કપડા પહેરીને કે કોઈને શરમનો અહેસાસ કરાવે તેવા કપડાં પહેરીને આવે છે. જેને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રેસ્ટે હવે ડ્રેસ કોડ લાગુ કર્યો છે. આ પછી હવે એ જ ભક્તોને પ્રવેશ અપાશે, જેમણે વ્યવસ્થિત કપડાં પહેરેલાં હશે.