DRDOમાં નોકરી કરવા ઈચ્છુકો માટે અરજી કરવાની તક, મહિને લાખોમાં મળશે પગાર
DRDO Recruitment 2025: ડિફેન્સ રિસર્સ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)માં નોકરી કરવા ઈચ્છુકો માટે મહત્ત્વની જાહેરાત બહાર પાડી છે. ડીઆરડીઓમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, અને અન્ય બે પદ પર ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલુ છે. જેમાં અરજી કરવાની અંતિમ તારીખ 1 એપ્રિલ છે. એન્જિનિયરિંગ ફિલ્ડના લોકો આ નોકરી માટે અરજી કરી શકે છે.
DRDO પદ માટે ભરતી
પગારધોરણ
કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ પદ માટે એન્જિનિયરિંગ તથા ટેક્નોલોજીમાં ફર્સ્ટ ક્લાસ બેચલરની ડિગ્રી (B. Tech) અને લઘુત્તમ 10 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ માટે સમાન ડિગ્રી અને પાંચ વર્ષનો અનુભવ જરૂરી છે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષ તથા અન્ય પદ માટે એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીમાં ગ્રેજ્યુએટ ફ્રેશર્સ પણ અરજી કરી શકે છે. જેમાં પગારધોરણ પદાનુસાર રૂ. 90789થી માંડી રૂ. 2,20,717 છે. વયમર્યાદા 35થી 55 વર્ષ છે. જેમાં અનામત કેટેગરીમાં છૂટ આપવામાં આવી છે.
કેવી રીતે થશે નિમણૂક
પ્રાપ્ત અરજીઓના આધારે ઉમેદવારોનું એડમિનિસ્ટ્રેટિવ સ્ક્રિનિંગ કરવામાં આવશે. ત્યારબાદ તેમને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. બે ઈન્ટરવ્યૂ લેવાશે. ફાઈનલ ઈન્ટરવ્યૂના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થશે. જેમાં ફાઈનલ ઈન્ટરવ્યૂમાં અનરિઝર્વ્ડ કેટેગરી માટે 70 ટકા અને રિઝર્વ કેટેગરી માટે 60 ટકા મેળવવા જરૂરી છે. ઉલ્લેખનીય છે, જનરલ, ઓબીસી, ઈડબ્લ્યૂએસ વર્ગમાં પુરૂષ ઉમેદવારોએ રૂ. 100 એપ્લિકેશન ફી પેટે ચૂકવવાના રહેશે. જ્યારે એસસી, એસટી, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો માટે કોઈ ફી લાગુ નથી. આ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત રહેશે. જેનો કાર્યકાળ 18 એપ્રિલ, 2027 સુધી રહેશે. વધુ માહિતી તમે DRDOની સત્તાવાર વેબસાઈટનો સંપર્ક સાધી શકો છો.