100 વર્ષમાં આ ઉપલબ્ધી મેળવનારા પહેલા ભારતીય વૈજ્ઞાનિક બન્યા DRDO ચીફ
નવી દિલ્હી, તા. 26 નવેમ્બર 2019, મંગળવાર
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO)ના ચેરમેન જી. સતીશ રેડ્ડીને યૂનાઈટેડ કિંગડમની રોયલ એરોનોટિક્સ સોસાયટી દ્વારા ફેલોશિપથી સમ્માનિત કરવામા આવ્યા છે. રેડ્ડી છેલ્લા 100 વર્ષમાં પહેલાં ભારતાય વૈજ્ઞનિક છે જેમને યૂકેની રોયલ એરોનોટિક્સ સોસાયટીએ આ ફેલોશિપથી સમ્માનિત કર્યાં છે.
ભારતીય વૈજ્ઞાનિકને આ સમ્માન ડાઇવર્સિફાઇડ મિસાઇલ સિસ્ટમ્સ, એરોસ્પેસ વાહન, નિર્દેશિત હથિયારો અને એવિઓનિક્સ ટેક્નોલોજીની ડિઝાઈન, વિકાસ અને તૈનાતીમાં યોગદાન માટે આપવામાં આવ્યું છે.