આજથી 'ફાસ્ટેગ' નહીં હોય તો બમણો ટોલ ટેક્સ ભરવો પડશે
- 'ફાસ્ટેગ' અમલમાં આવતાં ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટમાંથી મુક્તિ
- જે વાહનો પર ફાસ્ટેગ લગાવ્યો હશે તેનો ટોલ ટેક્સ વાહન ટોલ પ્લાઝાથી પસાર થતા જ ઓટોમેટિક કપાઇ જશે
ફાસ્ટેગ રજિસ્ટ્રેશનનું 90 ટકા કામ પૂર્ણ, લોકોને ઇ-પેમેન્ટ સુવિધાનો લાભ લેવા નિતિન ગડકરીની અપીલ
નવી દિલ્હી, તા. 14 ફેબ્રૂઆરી, 2021, રવિવાર
સોમવારે રાત્રે 12 વાગ્યાથી દેશભરના ટોલ પ્લાઝા પર ઓટોમેટિક પેમેંટ સિસ્ટમ ફાસ્ટેગ ફરજિયાત થઇ જશે. કેન્દ્ર સરકારે રવિવારે એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી હતી. જે લોકોએ અત્યાર સુધી પોતાના વાહનો પર ફાસ્ટેગ નથી લગાવ્યું આૃથવા લગાવ્યું તો છે પણ કામ નથી કરતું તો તેવી સિૃથતિમાં બમણો ટોલ ટક્સ ચુકવવો પડી શકે છે.
જો ફાસ્ટેગ નહીં હોય તો ટોલ પ્લાઝા પર વાહનોની કેટેગરી પ્રમાણે દંડ પણ વસુલવામાં આવશે જે ટોલ ફી કરતા બમણો હોઇ શકે છે. આ પહેલા રવિવારે જ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતં્ કે ફાસ્ટેગ લગાવવાની સમયમર્યાદાને હવે વધુ લંબાવવામાં નહીં આવે અને તે સોમવારે રાતથી જ દેશભરના ટોલ પ્લાઝા પર લાગુ કરી દેવામાં આવશે.
સાથે તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓએ પોતાના વાહનની ટોલ ફી ભરવા માટે આ ઇ-પેમેન્ટ સુવિધાનો લાભ લેવો જોઇએ. તેનાથી આમ નાગરિકોને જ ફાયદો થશે અને સમય પણ બચશે. ફાસ્ટેગ ગોલ પ્લાઝાઓ પર જે ચાર્જ લાગે છે તેની ભરપાઇ માટે ઇલેક્ટ્રોનિક સુવિધા પુરી પાડે છે. આને 2016માં રજુ કરાયું હતું,
આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે વાહનોને ટોલ પ્લાઝા પર કોઇ પણ પ્રકારની ભરપાઇ માટે ઉભા નહીં રાખવા પડે. ગડકરીએ સાથે એમ પણ કહ્યું હતું કે કેટલાક હાઇવે પર ફાસ્ટેગનું રજિસ્ટ્રેશન 90 ટકા પૂર્ણ કરી લેવામા આવ્યું છે અને માત્ર 10 ટકા જ બાકી છે. તેમણે કહ્યું કે ટોલ નાકા પર પણ આ સુવિધા ઉપલબૃધ છે જેનો લોકોએ લાભ લેવો જોઇએ.
ફાસ્ટેગને ખરીદવા માટે ડ્રાઇવિંગ લાઇસંસ અને વાહન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસીની કોપી આપવાની રહેશે.આ ઉપરાંત બેંક નો યોર કસ્ટમર (કેવાઇસી) માટે પાનકાર્ડ અને આધારકાર્ડની ફોટો કોપી પણ માગે છે. પ્રશાસનના જણાવ્યા અનુસાર ટોલ પ્લાઝા પર હવે કેશ દ્વારા પેમેન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. જો ફાસ્ટેગ નહીં હોય તો ટોલ ટેક્સ બમણો આપવો પડી શકે છે.
ફાસ્ટેગને નેશનલ પેમેંટ્સ કોર્પોરેશન ઓફ ઇંડિયા (એનપીસીઆઇ) દ્વારા વિકસીત કરવામાં આવ્યું છે. આરએફઆઇડીનો ઉપયોગ કરીને વાહનોને રોક્યા વગર જ ટોલ પ્લાઝા પાર કરવાની છુટ મળશે. જે વાહન પર ફાસ્ટેગ લાગેલ હશે તેનો ટોલ ટેક્સ ઓટોમેટિક કપાઇ જશે. જ્યારે વાહન ટોલ પ્લાઝા પરથી પસાર થશે ત્યારે આ ટેક્સ ઓટોમેટિક કપાઇ જશે.