Get The App

147 કિ.મી. ખોટા ટ્રેક પર દોડી ડબલ ડેકર ટ્રેન, 18 સ્ટેશનેથી પસાર થઈ,આઆઆઆઆઅસ લીલી ઝંડી પણ મળતી રહી

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
147 કિ.મી. ખોટા ટ્રેક પર દોડી ડબલ ડેકર ટ્રેન, 18 સ્ટેશનેથી પસાર થઈ,આઆઆઆઆઅસ લીલી ઝંડી પણ મળતી રહી 1 - image


Double Decker Goods On Wrong Track: સેન્ટ્રલ રેલવેના ખંડવા રેલવે સ્ટેશન પર રવિવારે એક ડબલ ડેકર ટ્રેન એક મોટી દુર્ઘટનાનો શિકાર બનતા માંડ-માંડ બચી ગઈ. હકીકતમાં રસ્તો ભટકી જઈને ડબલ ડેકર ટ્રેન ખોટા ટ્રેક પર દોડી રહી હતી. નવાઈની વાત એ હતી કે કુલ 147 કિલોમીટરના અંતર સુધી ખોટા ટ્રેક પર દોડતી ટ્રેનને 18 સ્ટેશનો પર તહેનાત રેલવે કર્મચારીઓએ લીલી ઝંડી આપીને તેને રવાના પણ કરી દીધી. 

સેન્ટ્રલ રેલવેના ખંડવા સ્ટેશનથી રવાના થયેલી ડબલ-ડેકર માલગાડી રવિવારે ખોટા રસ્તે ભટકી ગઈ અને કુલ 147 કિમી ખોટા ટ્રેક પર દોડ્યા બાદ ખંડવા યાર્ડ સુધી પહોંચી ગઈ. આ દરમિયાન માલગાડી 18 સ્ટેશનો પરથી પસાર થઈ પરંતુ કોઈએ એ નોટિસ ન કર્યું કે, તે ખોટા ટ્રેક પર ચાલી રહી છે અને તેને રવાના પણ કરી દીધી. 

ભુસાવલ સ્ટેશનથી ખોટા ટ્રેક પર દોડીને ખંડવા યાર્ડ પહોંચી ટ્રેન

પ્રાપ્ત માહિતી પ્રમાણે ખંડવા રેલવે સ્ટેશનથી નીકળેલી ડબલ-ડેકર માલગાડી થોડું અંતર કાપ્યા બાદ રસ્તો ભટકી ગઈ. સદનસીબે ટ્રેક પર મોટી દુર્ઘટના ટળી ગઈ, નહીંતર કંઈક અનિચ્છનીય બનવાની શક્યતા હતી. આ ડબલ-ડેકર માલગાડી ભુસાવલ સ્ટેશનથી જ ખોટા ટ્રેક પર દોડતા 147 કિમી દૂર ખંડવા યાર્ડ સુધી પહોંચી ગઈ.

આ સમગ્ર મામલે રેલવે કર્માચારીઓની મોટી બેદરકારી સામે આવી

નોંધનીય છે કે, માલગાડી માટે રેલવે ટ્રેક પર અલગ ટ્રેક છે. તેમ છતાં આ માલગાડીને 18 રેલવે સ્ટેશનો પરથી લીલી ઝંડી બતાવીને આગળ રવાના કરી દીધી. પરંતુ ખંડવા યાર્ડ પહોંચતા જ ડબલ-ડેકર માલગાડી ત્યાં લાગેલા OHE સાથે અથડાઈ ગઈ, ત્યારબાદ OHEમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. 

આ પણ વાંચો: PM મોદી આજથી ફ્રાન્સ-અમેરિકાના પ્રવાસે, ટ્રમ્પ-મસ્ક સાથે કરશે બેઠક, જાણો કંઈ બાબતો પર થશે ચર્ચા-કરાર

ખંડવા રેલવે સ્ટેશનથી ખંડવા યાર્ડ સુધી કુલ 147 કિમી સુધી ખોટા ટ્રેક પર દોડી રહેલી ડબલ-ડેકર ટ્રેન કુલ 18 સ્ટેશનો પરથી પસાર થઈ અને તેને લીલી ઝંડી પણ આપવામાં આવી. રેલવે આ મોટી બેદરકારી અંગે તપાસ કરી રહી છે. મોટી વાત એ છે કે કોઈ કંઈ બોલવા તૈયાર નથી.

માલગાડીમાં હતી 264 SUV કાર

147 કિમી સુધી ખોટા ટ્રેક પર દોડી રહેલી ડબલ-ડેકરમાં 264 SUV ગાડી રાખવામાં આવી હતી. જો માલગાડી બીજી ટ્રેન સાથે અથડાઈ હોત તો મોટો અકસ્માત થયો હોત, જેના કારણે માલગાડી અને રેલવે બંનેને ભારે નુકસાન થયું હોત. રેલવેએ સખત મહેનત કરીને OHEની હાઇટ વધારીને ખોટા ટ્રેક પર આવેલી માલગાડીને ફરી ભુસાવલ માટે રવાના કરી. 


Google NewsGoogle News