...તો બંધ થઈ શકે છે તમારું બેંક એકાઉન્ડ, નહીં કરી શકો લેવડદેવડ, થઈ શકે છે નુકસાન

જો કોઈ બેંક એકાઉન્ટમાં લાંબા સમય સુધી કોઈ ગતિવિધી કરવામાં ન આવે તો બેંક એકાઉન્ટ બંધ થઈ જાય છે.

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
...તો બંધ થઈ શકે છે તમારું બેંક એકાઉન્ડ, નહીં કરી શકો લેવડદેવડ, થઈ શકે છે નુકસાન 1 - image
Image Envato 

તા. 23 સપ્ટેમ્બર 2023, શનિવાર

દેશમાં કરોડો લોકો બેંક એકાઉન્ટ (Bank Account) ધરાવે છે. આ બેંક એકાઉન્ટમાં લોકો પોતાની બચત રકમ જમા કરતા હોય છે. પરંતુ કેટલીકવાર તેમની પોતાની ભૂલના કારણે નુકસાન વેઠવું પડતું હોય છે. આ નુકસાનમાં બેંક એકાઉન્ટ સાથે જોડાયેલ નુકસાન પણ સામેલ છે. વાસ્તવમાં કેટલીકવાર લોકોનું બેંક એકાઉન્ટ બંધ થઈ જાય છે. તેની પાછળ પણ કેટલાક કારણો જવાબદાર ગણાય છે. આવો જાણીએ તેના વિશે વિગતે..

અનએક્ટિવ થઈ જાય છે બેંક એકાઉન્ટ

કેટલીકવાર જો કોઈ બેંક એકાઉન્ટમાં લાંબા સમય સુધી કોઈ ગતિવિધી કરવામાં ન આવે તો બેંક એકાઉન્ટ બંધ થઈ જાય છે. વાસ્તવમાં કોઈ બચત ખાતું કે ચાલુ ખાતામાં બે વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન કરવામાં ન આવે તો બેંક એકાઉન્ટને અનએક્ટિવ અથવા ડોરમેટ એકાઉન્ટ માનવામાં આવે છે. આરબીઆઈના નોટીફિકેશન પ્રમાણે જો કોઈ બચત ખાતુ કે ચાલુ ખાતામાં બે વર્ષથી વધુ સમય સુધી કોઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું નથી તો આવા બેંક એકાઉન્ટને અનએક્ટિવ અથવા ડોરમેટ એકાઉન્ટ માનવામાં આવે છે. અને તેના માટે એક અલગ લેઝરનો ઉપયોગ કરવામાં આવે છે. તે મુજબ ટ્રાન્ઝેક્શનનો મતલબ ડેબિટ અને ક્રેડિટથી નથી હોતો. 

નહીં કરી શકો કોઈ કામ

જો તમારુ એકાઉન્ટ ડોરમેટ અથવા અનએક્ટિવ થઈ જાય છે તો લોકોને ઘણી મુશ્કેલી વેઠવી પડતી હોય છે. આ દરમ્યાન લોકો બેંક એકાઉન્ટમાં લોગ-ઈન નહી કરી શકે. કોઈ પેમેન્ટ નહી કરી શકે. કોઈને પૈસા પણ નહી મોકલી શકે અને એકાઉન્ટમાંથી પૈસા નીકાળી પણ નહી શકે. જાણકારી પ્રમાણે જ્યારે પણ કોઈ બેંક  એકાઉન્ટ ડોરમેટ થઈ જાય છે તો તે બેંક એકાઉન્ટ સાથે જોડાયેલી દરેક પ્રકારની ક્રેડિટ અને ડેબિટ ટ્રાન્ઝેક્શનને બ્લોક કરી દેવામાં આવે છે. આ દરમ્યાન લોકોના યુપીઆઈ, NEFT, RTGS વગેર પ્રકારની સુવિધાઓ બંધ થઈ જાય છે. આ સાથે ચેકબુક અથવા ડેબિટ કાર્ડથી કરવામાં આવતી લેવડ-દેવડ પણ બ્લોક કરી દેવામાં આવે છે.  

આ કામ કરવાથી ફરી એક્ટિવ થઈ જશે એકાઉન્ટ 

આરબીઆઈના (RBI) કહેવા પ્રમાણે જો કોઈ સેવિંગ એકાઉન્ટ એક્ટિવ હોય અથવા ન હોય, આ સેવિંગ એકાઉન્ટમાં વ્યાજ જરુર આપવામાં આવે છે. તો અનએક્ટિવ અથવા ડોરમેટ એકાઉન્ટને ફરીથી એક્ટિવ કરાવી શકાય છે. તેના માટે કેટલાક દસ્તાવેજ બેંકમાં જમા કરાવાના પડશે. ડોરમેટ અથવા અનએક્ટિવ એકાઉન્ટને બેંકમાં જઈ એકાઉન્ટ ચાલુ કરાવવા માટે અરજી આપવાની રહેશે. તેની સાથે તમારે સેલ્ફ એટેસ્ટેડ ઓળખકાર્ડ જમા કરાવું પડશે. તે પછી તમારા એકાઉન્ટથી કોઈ ટ્રાન્ઝેક્શન કરવું પડશે એટલે એકાઉન્ટ ફરી ચાલુ થઈ જશે. 



બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 



Google NewsGoogle News