‘હાલ અયોધ્યા ન જાવ...’ કેબિનેટની બેઠકમાં PM મોદીની મંત્રીઓને સલાહ

ભક્તોનો ધસારો વધતા મંદિરથી લઈને અયોધ્યા તરફના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાને અસર

માર્ચમાં અયોધ્યા જવાની યોજના બનાવવા કેન્દ્રીય મંત્રીઓને વડાપ્રધાન મોદીની સલાહ

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
‘હાલ અયોધ્યા ન જાવ...’ કેબિનેટની બેઠકમાં PM મોદીની મંત્રીઓને સલાહ 1 - image

PM Modi Advice To Minister : અયોધ્યાના રામ મંદિર (Ayodhya Ram Temple)માં સોમવારે પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ રામલલાના દર્શન કરવા ભારે ધસારો વધતા મંદિરથી લઈને અયોધ્યા તરફના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાને પણ અસર થઈ છે. આ બાબતને ધ્યાને રાખી આજે કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને અપીલ કરી છે કે, તેઓ માર્ચ સુધી અયોધ્યાના રામ મંદિર મુલાકાત ન લે. 

મંત્રીઓને માર્ચમાં અયોધ્યા જવાની સલાહ

બેઠકમાં પીએમ મોદીએ રામ મંદિરમાં ભારે ભીડ અને પ્રોટોકોલ હેઠળના VIPના કારણે જનતાને પડતી મુશ્કેલીનો ઉલ્લેખ કરી કેન્દ્રીય મંત્રીઓને માર્ચમાં અયોધ્યા જવાની યોજના બનાવવા સલાહ આપી છે.

રામલલાના 5 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

સોમવારે પ્રાણપ્રતિષ્ઠા કરાયા બાદ રામલલાના દર્શન કરવા મોડી રાતથી જ શ્રદ્ધાળુઓની જનમેદની ઉમટી રહી છે. મંગળવારે મંદિર ખોલાયા બાદ લગભગ 5 લાખ ભક્તોએ રામલલાના દર્શન કર્યા છે. ભક્તોને અતિશય ધસારાના કારણે અવ્યવ્યવસ્થા ન સર્જાય તે હેતુથી અધિકારીઓ પણ સક્રિય થઈ ગયા હતા અને અયોધ્યા તરફ આવતી બસોને કામચલાઉ ધોરણે પરત મોકલી દીધી હતી.

મુખ્યમંત્રી યોગીએ પણ બેઠક યોજી

અયોધ્યામાં ભક્તોની ભીડને ધ્યાને રાખી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) બેઠક યોજી હતી. તેમણે મંદિર વ્યવસ્થા અંગે લેવાયેલા પગલા અંગે સમીક્ષા કરી VIPની યાત્રાની માહિતી અગાઉથી આપવા આદેશ આપ્યો છે.

વીઆઈપી શ્રદ્ધાળુઓને સલાહ

એક અધિકારીના જણાવ્યા મુજબ વીઆઈપી શ્રદ્ધાળુઓને મુખ્યમંત્રી યોગીએ સલાહ આપી છે કે, તેઓ અયોધ્યા જતા પહેલા અધિકારીઓને માહિતી આપે. તેઓ રામ મંદિર જવાના એક અઠવાડિયા પહેલા રાજ્ય સરકાર અથવા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને માહિતી આપે.


Google NewsGoogle News