Get The App

VIDEO: 'મને હલકામાં ન લેતા, ઇશારામાં સમજી જાઓ...', CM ફડણવીસ સાથે 'કોલ્ડ વૉર' વચ્ચે શિંદેનું નવું નિવેદન

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
VIDEO: 'મને હલકામાં ન લેતા, ઇશારામાં સમજી જાઓ...', CM ફડણવીસ સાથે 'કોલ્ડ વૉર' વચ્ચે શિંદેનું નવું નિવેદન 1 - image


Don't take me lightly, understand my gesture...: મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં બધું ઠીક નથી ચાલી રહ્યું. કારણ કે, તેના સંકેત નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના તાજેતરના નિવેદનોમાં જોવા મળ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિંદે અને મુખ્યમંત્રી ફડણવીસ વચ્ચે કોલ્ડ વૉર ચાલી રહ્યું છે. દરમિયાન, શુક્રવારે એકનાથ શિંદેએ ફરી એકવાર બે દિવસ પહેલા આપેલા તેમના 'ટાંગા પલટના' નિવેદનને દોહરાવ્યું હતું. 

આ પણ વાંચો: દિલ્હી પરિવર્તનનું શહેર છે, જે આજે સત્તામાં છે તે પણ ગુજરાત પાછા ફરશે, રાઉતનો આકરો કટાક્ષ

'મને હળવાશથી ન લો, આ ઇશારો જેમને સમજણમાં આવે છે, તેઓ સમજી જાય'

નાગપુરમાં પત્રકારોએ શિંદેને તેમના નિવેદન વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, 'આ તો મેં પહેલા જ કહ્યું છે, જેમણે મને હળવાશથી લીધો છે... હું એક કાર્યકર છું, એક સામાન્ય કાર્યકર છું.' પણ હું બાલા સાહેબ અને દિઘે સાહેબનો કાર્યકર છું. દરેક વ્યક્તિએ મને આ ધ્યાનમાં રાખવું જોઈએ અને એટલે જ્યારે મને હલકામાં લીધો તો 2022માં ખેલ બદલી નાખ્યો. સરકારને બદલી નાખી અને અમે સામાન્ય લોકોની ઇચ્છાઓની સરકાર લાવ્યા. એટલે મને હળવાશથી ન લો, આ ઇશારો જેમને સમજણમાં આવે છે, તેઓ સમજી જાય.'

તેમણે આગળ કહ્યું, ' વિધાનસભામાં મારા પહેલા ભાષણમાં મેં કહ્યું હતું કે, દેવેન્દ્ર ફડણવીસજીને 200થી વધુ બેઠકો મળશે અને અમને 232 બેઠકો મળી.' એટલે મને હળવાશથી ન લો, જે લોકો મારા આ ઇશારાને સમજવા માંગે છે કે, તેઓ તેને સમજી લે અને હું મારું કામ ચાલુ રાખીશ.'

ત્રણ મહિના પછી શાસક મહાયુતિમાં ભંગાણની ચર્ચા શરુ થઈ

ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદે હાલમાં સીએમ ફડણવીસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકોમાં સામેલ થતાં નથી. જેના કારણે બંને વચ્ચે ટકરાવની અટકળો શરુ થઈ ગઈ છે. ભાજપના નેતૃત્વવાળા આ ત્રિપક્ષીય ગઠબંધન (ભાજપ, શિવસેના, એનસીપી) એ વિધાનસભા ચૂંટણીમાં 288માંથી 230 બેઠકો જીતીને અને તેમના હરીફોનો લગભગ સફાયો કરી દીધો હતો અને તેના ત્રણ મહિના પછી શાસક મહાયુતિમાં ભંગાણની ચર્ચા શરુ થઈ ગઈ છે, અને કોઈ સ્પષ્ટીકરણ અથવા દાવો આ અટકળોનો અંત લાવવામાં મદદ કરી રહ્યો નથી.

આ પણ વાંચો: ડ્રાઈવરને ઊંઘ આવી જતાં મહાકુંભ જતી ગાડીનો ટ્રક સાથે અકસ્માત, છ શ્રદ્ધાળુઓના મોત

ફડણવીસ-શિંદેના સંબંધોમાં કડવાશ ક્યાંથી આવી?

ગયા નવેમ્બરમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જ્યારે ભાજપના નેતા ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારથી તેમના સંબંધોમાં કડવાશ શરુ થઈ છે. શિવસેનાના વડા શિંદેને નાયબ મુખ્યમંત્રી પદથી સંતોષ માનવો પડ્યો. ઘણી સમજાવટ પછી તેઓએ આ પદ સ્વીકારવા સંમત થયા હતા. એ પછી દેવેન્દ્ર ફડણવીસે શિંદે સરકારના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા કેટલાક કરાર રદ કર્યા અને કેટલાક પ્રોજેક્ટ્સની તપાસનો આદેશ આપ્યો હતો, જે પછી તણાવ ખૂબ વધુ વધી ગયો. હવે જિલ્લાઓની સંરક્ષક મંત્રીઓની નિમણૂકને લઈને મતભેદ હોય કે વિવિધ પ્રોજેક્ટ્સ પર દેખરેખ રાખવા માટે અલગ મેડિકલ સેલ અને 'વોર રૂમ'ની અલગ સમીક્ષા બેઠકો હોય, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેમના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બનતા જોવા મળી રહ્યા છે. 


Google NewsGoogle News