Get The App

'જૂની પેન્શન સ્કીમના વાયદા ના કર્યા કરો, ગજા બહારનો ખર્ચ થઈ જશે...' RBIની રાજ્યોને ગંભીર ચેતવણી

OPS સરકારી તિજોરી માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થશે : RBI

RBIએ રાજ્યોને નવી પેન્શન યોજના (NPS) ચાલુ રાખવાની સલાહ આપી

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
'જૂની પેન્શન સ્કીમના વાયદા ના કર્યા કરો, ગજા બહારનો ખર્ચ થઈ જશે...' RBIની રાજ્યોને ગંભીર ચેતવણી 1 - image
Image : envato

Old Pension Scheme : દેશના અનેક રાજ્યોમાં જૂની પેન્સન યોજના લાગુ કરવાની માંગ ઉગ્ર બની રહી છે અને આ માટે આંદોલનો થઈ રહ્યા છે તેમજ ઘણા વિપક્ષી શાસિત રાજ્યોએ  OPSને ફરીથી શરુ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે RBIએ રાજ્યોને ચેતવણી આપી છે કે તેઓ જૂની પેન્શન સ્કીમના ખોટા વાયદાઓ ન કરશો. 

OPS ફરી શરુ કરવાની માંગ કેન્દ્ર અને રાજ્યોમાં વેગ પકડી 

દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણી પહેલા જ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કેન્દ્ર અને રાજ્યોમાં વેગ પકડી રહી છે. ઘણાં વિપક્ષ શાસિત રાજ્યોમાં OPS (ઓલ્ડ પેન્શન સ્કીમ) ફરીથી શરુ કરવાનો નિર્ણય લીધો છે.  બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના શરુ કરવાની ઉગ્ર માંગ કરી છે અને ઘણાં રાજ્યોમાં OPSને ફરીથી શરુ કરવા આંદોલન થઈ રહ્યા છે ત્યારે સામાન્ય ચૂંટણી પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ રાજ્ય સરકારોને ચેતવણી આપી છે કે, આ પ્રકારના લોકલુભાવન વચનો આપવાના નામે જૂની પેન્શન યોજનાઓ ચાલુ કરવી દેશની તિજોરી માટે ગંભીર સાબિત થઈ શકે છે.

રાજ્યો પર નાણાકીય બોજ વધશે : RBI

RBIના મતે જૂની પેન્શન યોજનાથી રાજ્ય સરકારનો ખર્ચ અનેકગણો વધી જશે અને અસહ્ય બની જશે. RBIએ પોતાના રિપોર્ટમાં નવી પેન્શન સ્કીમને બદલે જૂની પેન્શન સ્કીમના વચનો પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રાજ્ય સરકારોને સલાહ આપી હતી કે જનતાને આકર્ષવા માટે આપવામાં આવેલા વચનોને કારણે રાજ્યો પર નાણાકીય બોજ વધશે. જૂની પેન્શન યોજનાઓ સરકારી તિજોરી માટે જીવલેણ નીવડશે.  તેથી રાજ્યોએ ખર્ચ વધારવાના બદલે આવક વધારવા પર ધ્યાન આપવું હિતાવહ છે.

કેટલાક રાજ્યોમાં OPS લાગુ કરાયું જ્યારે કેટલાકમાં વિચારણા ચાલી રહી છે

કેટલાક રાજ્યોએ તાજેતરમાં જૂની પેન્શન યોજનાને ફરીથી શરુ કરી છે, જેમાં રાજસ્થાન, છત્તીસગઢ અને પંજાબનો સમાવેશ થાય છે. તેમજ કર્ણાટકમાં પણ OPS લાવવાની ચર્ચા ચાલી રહી છે. RBIએ રાજ્યોને નવી પેન્શન યોજના (NPS) ચાલુ રાખવાની સલાહ આપી છે. RBIએ રિપોર્ટ 'સ્ટેટ ફાયનાન્સઃ અ સ્ટડી ઓફ બજેટ્સ ઓફ 2023-24' બહાર પાડતા ચેતવણી આપી હતી કે જો તમામ રાજ્યો OPS પાછું લાવે છે, તો તેમના પર નાણાકીય દબાણ લગભગ રૂ. 4.5 ગણા સુધી વધી જશે. OPS જીડીપી પર નકારાત્મક અસર કરશે. આના પર વધારાના ખર્ચનો બોજ 2060 સુધીમાં જીડીપીના 0.9 ટકા સુધી પહોંચી જશે.

'જૂની પેન્શન સ્કીમના વાયદા ના કર્યા કરો, ગજા બહારનો ખર્ચ થઈ જશે...' RBIની રાજ્યોને ગંભીર ચેતવણી 2 - image


Google NewsGoogle News