'કોઈ સમજૂતી ન કરશો' ચીન સાથે સરહદી સમજૂતી કરવાજતા ભૂતાનને ભારતે ચેતવણી આપી

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
'કોઈ સમજૂતી ન કરશો' ચીન સાથે સરહદી સમજૂતી કરવાજતા ભૂતાનને ભારતે ચેતવણી આપી 1 - image


- દોકલામ મુદ્દે ભારતનું વલણ કઠોર છે : કારણ કે દોકલામ ઘાટી અને તેની ઉપરનો ઉંચા પ્રદેશ પરનો ચીનનો કબ્જો સીલીગુડીને જોખમમાં મૂકી દે તેમ છે

નવી દિલ્હી : ચીનના દબાણમાં આવીને દોકલામ કોરિડોર અંગે સમજૂતી સાધવા કોશીષ કરી રહેલા ભૂતાનને ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તે મુદ્દે ચીન સાથે કોઈ સમજૂતી ન કરશો. વાસ્તવમાં ભૂતાન સાથે રાજદ્વારી સંબંધો સ્થાપવા અને સીમા વિવાદને જલ્દીથી ઉકેલવા ચીન અને ભૂતાન વચ્ચે મંત્રણા પણ કરી છે તે દરમિયાન ચીને ભૂતાન સાથે પૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થાપવા અને વિવાદોને હલ કરવા આગ્રહ કર્યો છે.

રીપોર્ટ પ્રમાણે બંને દેશો સીમાના વિવાદ વહેલામાં વહેલી તકે ઉકેલવા સહમત થયા છે. ચીનના વિદેશ મંત્રાલયની યાદી વાંગના હવાલે જણાવે છે કે, રાજદ્વારી સંબંધોની સ્થાપના બંને દેશોના લાંબા ગાળાના હિતમાં હશે.

એવું જાણવા મળ્યું છે કે, દોકલામ ઘાટી અને તેની ઉપર રહેલા ઉચ્ચ પ્રદેશ ઉપર રહેલા ઉચ્ચપ્રદેશ ઉત્તર ભારત, ચીન અને ભૂતાનનો ત્રિપક્ષીય હિસ્સો છેતે પૈકી ભૂતાન તેનો ભાગ ચીનને સોંપવા ચીન ભૂતાનને સમજાવે છે, લલચાવે પણ છે જો આમ થાય તો ત્યાં ચીનનું પ્રભુત્વ વધી જાય તેથી પશ્ચિમ બંગાળથી આસાન જતા મુખ્ય માર્ગ ઉપરનું મહત્ત્વનું મથક સીલીગુડી જોખમમાં મુકાઈ જાય જે ભારત થવા દે નહિ.

વાસ્તવમાં ચીનની નજર અરૂણાચલ પ્રદેશ ઉપર છે જ તે અરૂણાચલપ્રદેશને તેના નકશામાં દક્ષિણ તિબેટ તરીકે દર્શાવે છે. અહીથી દક્ષિણે ઉતરીને આસામ પર કબજો જમાવવા માગે છે તેથી ઉપર તેના મિત્ર તેવા મ્યાનમારના લશ્કરી જુથ દ્વારા પૂર્વોત્તર ભારત પર કબજો કરવાની નેમ રાખે છે.

તેમાં ભૂમિ વિસ્તારના ફાયદા કરતા ભારતના નેતા નરેન્દ્ર મોદીની પ્રતિભાને તોડવાની શી-જિન પિંગની નેમ છે પણ અહીં હવે ૧૯૬૨ની સરકાર નથી ચીનને અરૂણાચલ પ્રદેશ અને લડાખમાંથી પાઠ ભારતે ભણાવી દીધો છે તેથી ભૂતાનને હાથમાં લઈને દોકલામ લેવા માગે છે પરંતુ અહીં પણ તે સફળ નહીં થાય ભારતે ભૂતાનને ચેતવણી આપી દીધી છે.


Google NewsGoogle News