સીલબંધ કવરમાં કરોડો રુપિયાના ચુંટણી બોન્ડ કોણ મુકી ગયું ખબર જ નથી ?
મોટા ભાગના બોન્ડ કાર્યાલયના ડ્રોપ બોકસમાં નાખવામાં આવ્યા હતા.
વિભિન્ન વ્યકિતઓના માણસો જે અમારી પાર્ટીનું સમર્થન ઇચ્છતા હતા.
નવી દિલ્હી, ૧૮ માર્ચ,૨૦૨૪,સોમવાર
સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર રાજકીય પક્ષોને આપવામાં આવતા ઇલેકટોરલ બોન્ડ (ચુંટણી બોન્ડ)ની જાણકારી સ્ટેટ બેંક ચુંટણી પંચને રજૂ કરી જેમાં રાજકિય પક્ષોને વિવિધ કંપનીઓએ કરોડો રુપિયાનું દાન આપ્યું હોવાનું બહાર આવ્યું હતું. ભાજપ પછી સૌથી વધુ ઇલેકટોરલ બોન્ડની આવક ધરાવતી મમતા બેનરજીના પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને નીતિશકુમારની જનતાદળ (યુ) પાર્ટીએ વિચિત્ર દલીલ રજૂ કરી છે.
એક અંગ્રેજી સમાચારપત્રના અહેવાલ અનુસાર ટીએમસીએ જણાવ્યું હતું કે કોલકતામાં અમારી ઓફિસમાં સીલબંધ ચુનાવી બોન્ડ રાખવામાં આવ્યા તે અંગે અમને કશીજ ખબર નથી. આવી જ રીતે બિહારની સત્તારુઢ પાર્ટી જનતાદળ યુનાઇટેડ પાર્ટીએ પણ પટના ઓફિસમાં કોણ ચુનાવી બોન્ડ રાખ્યા તેની ખબર જ પડી નહી એવો વિચિત્ર ખુલાસો કર્યો છે. જેડીયુએ ચુંટણી પંચને વધુમાં જણાવ્યું હતું કે મોટા ભાગના બોન્ડ કાર્યાલયના ડ્રોપ બોકસમાં નાખવામાં આવ્યા હતા. વિભિન્ન વ્યકિતઓના માણસો જે અમારી પાર્ટીનું સમર્થન ઇચ્છતા હતા. આ લોકો ગુમનામ રહેવાનું પસંદ કરતા હોવાથી આનું કોઇ પણ પ્રકારનું વિવરણ નથી.