Get The App

VIDEO : 'ભાઈ પોતાના નામનો પ્રસ્તાવ ન મૂકતા હોં...' રૂપાણીએ આટલું કહેતાં જ ધારાસભ્યો હસી પડ્યા

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
VIDEO : 'ભાઈ પોતાના નામનો પ્રસ્તાવ ન મૂકતા હોં...' રૂપાણીએ આટલું કહેતાં જ ધારાસભ્યો હસી પડ્યા 1 - image


Maharashtra CM Devendra Fadnavis: ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બનશે. મુંબઈમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં ફડણવીસના નામ પર મહોર લગાવવામાં આવી હતી. ભાજપ હાઇકમાન્ડે કેન્દ્રીય પર્યવેક્ષક રૂપે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોકલ્યા હતા.

આટલું કહેતાં ધારાસભ્યો હસી પડ્યા

વિધાનભવનમાં સેન્ટ્રલ હોલમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક થઈ હતી. શરુઆતમાં કેન્દ્રીય પર્યવેક્ષક વિજય રૂપાણીએ સંબોધન આપતાં ભાજપ ધારાસભ્યોને મુખ્યમંત્રી માટે પ્રસ્તાવ રજૂ કરવા અપીલ કરી હતી. જેમાં સલાહ આપી હતી કે, જો જો ભાઈ પોતાના નામનો પ્રસ્તાવ ન મૂકતાં...' વિજય રૂપાણીની આ શરત સાંભળી ધારાસભ્યો જોર-જોરથી હસવા લાગ્યા હતા. સભાગૃહનો માહોલ હળવો થયો હતો અને લોકોના ચહેરા પર હાસ્ય જોવા મળ્યું હતું. સૌથી પહેલાં સુધીર મુનગંટીવાર અને ચંદ્રકાંત પાટિલ મંચ પર આવ્યા અને તેમણે મુખ્યમંત્રી માટે ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.


આ પણ વાંચોઃ 'ક્યોં પડે થે ચક્કર મેં, કોઈ નહીં થા ટક્કર મેં...', ભાજપના કાર્યકરોની નારેબાજીથી મહાયુતિમાં ટેન્શન

તમામે ફડણવીસને આપી સહમતિ

બાદમાં અન્ય સાથી ધારાસભ્યોએ પણ મંચ પર આવી ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભાજપના અન્ય ધારાસભ્યોએ પણ ટેબલ ખખડાવી ફડણવીસના નામનું સમર્થન કર્યું હતું. ભાજપના ધારાસભ્યોએ અન્ય કોઈ નામનો પ્રસ્તાવ મૂક્યો ન હતો. અંતે વિજય રૂપાણીએ પૂછ્યું કે ‘જો તમારે કોઈ બીજાનું નામ રજૂ કરવું હોય તો તમે આવી શકો છો.’ બેઠકમાં હાજર નેતાઓએ ફડણવીસના નામ પર સર્વાનુમતે સંમતિ આપી હતી. વિજય રૂપાણીએ બાદમાં કહ્યું કે, ‘મને લાગે છે કે એક જ નામાનો પ્રસ્તાવ આવ્યો છે, ખરું ને?’ આગેવાનો આ માટે સંમત થયા હતા. રૂપાણીએ બીજી વખત પૂછ્યું હતું કે, ‘બીજી કોઈ દરખાસ્ત છે?’ તો ધારાસભ્યોએ એક અવાજે કહ્યું, ‘ના’.



‘એક છીએ તો સુરક્ષિત છીએ’નો સુત્રોચ્ચાર

જ્યારે ફડણવીસના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે તેઓ મંચની સામે ધારાસભ્યો સાથે બેઠા હતા. નિરીક્ષકોએ ફડણવીસને સ્ટેજ પર બોલાવ્યા અને તેમનું સ્વાગત કરતાં અભિનંદન પાઠવ્યા હતા. જે બાદ ફડણવીસે ધારાસભ્ય દળની બેઠકને સંબોધી હતી. ફડણવીસે કહ્યું, પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે જો આપણે એક રહીશું તો સુરક્ષિત છીએ. મહારાષ્ટ્રમાં અમને એકતરફી જીત મળી છે. હું આ આદેશ માટે આભારી છું. મને ટેકો આપવા બદલ એકનાથ શિંદે અને અજિત પવારનો આભાર. હવે મહારાષ્ટ્રમાં મહાયુતિના નેતાઓ આજે બપોરે 3.30 વાગ્યે રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

VIDEO : 'ભાઈ પોતાના નામનો પ્રસ્તાવ ન મૂકતા હોં...' રૂપાણીએ આટલું કહેતાં જ ધારાસભ્યો હસી પડ્યા 2 - image


Google NewsGoogle News