Get The App

‘QR કોડ બતાવીને કોઈ રામ મંદિરના નામે દાન માંગે તો ચેતી જજો, લાગી શકે છે ચુનો’

કેટલાક ઠગ ક્યુઆર કોડના સ્ક્રીનશોટ મોકીને છેતરપિંડી કરી રહ્યા છેઃ વિશ્વ હિંદુ પરિષદ

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
‘QR કોડ બતાવીને કોઈ રામ મંદિરના નામે દાન માંગે તો ચેતી જજો, લાગી શકે છે ચુનો’ 1 - image

નવી દિલ્હી, તા.31 નવેમ્બર-2023, રવિવાર

Ram Temple Donation QR Code Fraud : વિશ્વ હિન્દૂ પરિષદે ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)ના અયોધ્યા (Ayodhya)માં 22 જાન્યુઆરીએ શ્રીરામ મંદિર (Shri Ram Temple)નો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પહેલા ભક્તોને કૌભાંડ અંગે સાવધાન કર્યા છે. વીએચપીએ એક ચેતવણી જારી ભક્તોને મંદિર માટે દાન માંગનારા નકલી સોશિયલ મીડિયા સંદેશાઓથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે.

છેતરપિંડી આચરનારાઓ સામે તુરંત કરો : વીએચપી

VHP (Vishwa Hindu Parishad)એ કહ્યું કે, તમામ લોકો આવા અનધિકૃત ગ્રૂપ્સ અથવા વ્યક્તિઓને ફંડ ન આપે. વિહિપ પ્રવક્તા વિનોદ બંસલે ગૃહમંત્રાલય અને દિલ્હી-ઉત્તર પ્રદેશ પોલીસના વડા સામે પણ આ મુદ્દો રજુ કર્યો છે. તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)ને પણ છેતરપિંડી આચરનારાઓ સામે તુરંત કાર્યવાહી કરવાની વિનંતી કરી છે.

નકલી QR કોડની સાવધાન

બંસલે કહ્યું કે, કૌભાંડીઓ ખોટા ક્યુઆર કોડના સ્ક્રીનશૉટ મોકલી રહ્યા છે અને રામ મંદિરના નામે દાન માગી રહ્યા છે. બંસલે એક વીડિયો જારી કરી કહ્યું કે, ભગવાન રામના નામે ભક્તો પાસેથી ખોટીરીતે દાન એકત્ર કરવાના પ્રયાસો અંગે મને ધ્યાન દોરાયું છે.

વીએચપી નેતાએ કહ્યું કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે નાણાં એકત્ર કરવા કોઈપણ વ્યક્તિની સત્તાવાર નિયુક્તિ કરી નથી. ભક્તો છેતરપિંડીનો ભોગ ન બને તે માટે મેં ગૃહમંત્રાલય, ઉત્તરપ્રદેશના પોલીસ મહાનિર્દેશક અને દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. વીએચપીના મહાસચિવ મિલિંદ પરાંડેએ કહ્યું કે, મંદિરનું દાન એકત્ર કરવા કોઈપણ સમિતિ બનાવાઈ નથી, ઉપરાંત સ્લીપ છાપવાની પણ મંજૂરી અપાઈ નથી.


Google NewsGoogle News