કોંગ્રેસને મળતું ડોનેશન ફંડ ૧૭ ટકા ઘટયું, કોલકતાની સ્ટીલ કંપનીએ આપ્યા હતા ૪૫ કરોડ

ભાજપને નોન ઇલેકટ્રોરલ બોન્ડ પેટે ૭૧૯.૮૫ કરોડ રુપિયા મળ્યા

ભારતની ૬ રાષ્ટ્રીય પાર્ટીઓમાં આમઆદમી પાર્ટીને ૩૭.૧ કરોડ

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
કોંગ્રેસને મળતું ડોનેશન ફંડ ૧૭ ટકા ઘટયું,   કોલકતાની સ્ટીલ કંપનીએ આપ્યા હતા ૪૫ કરોડ 1 - image


નવી દિલ્હી,૫ ડિસેમ્બર,૨૦૨૩,મંગળવાર 

લોકસભાની ચુંટણીની સેમી ફાઇનલ ગણાતી પાંચ રાજયોની ચુંટણીમાં કોંગ્રેસને તેલગાંણા સિવાય રાજસ્થાન,મધ્યપ્રદેશ, છત્તિસગઢ અને મિઝોરમમાં હાર ખમવી પડી છે. રાજસ્થાનમાં પરંપરા મુજબ સરકાર બદલાતી રહે છે પરંતુ મધ્યપ્રદેશ અને છતિસગઢમાં કારમી હાર સહન કરવી પડી છે. રાજકીય પક્ષોને ઇલેકટરોલ બોન્ડ અને વિવિધ સ્ત્રોત વડે ચુંટણી ફંડ મળતું રહે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ૨૦૨૨-૨૩માં કોંગ્રેસને મળતા ડોનેશનમાં ૧૭ ટકાનો ઘટાડો થયો છે. ચુંટણી પંચને આપેલા રિપોર્ટને ટાંકીને જણાવ્યા અનુસાર ૨૦૨૩માં કોંગ્રેસને ઇલેકટ્રોરલ બોન્ડ ઉપરાંત ૭૯.૯ કરોડ રુપિયાનું ડોનેશન મળ્યું છે, જેમાંથી ૫૦ ટકા કરતા પણ વધુ કોલકતાની એક સ્ટીલ કંપનીએ આપ્યું છે.કંપનીએ ૪૫ કરોડની રકમના પાંચ ડિમાંડ ડ્રાફટ આપ્યા હતા. એક વર્ષમાં કોંગ્રેસને ૯૫.૪૫ કરોડ રુપિયા ડોનેશનમાં મળ્યા છે જયારે ભાજપને નોન ઇલેકટ્રોરલ બોન્ડ પેટે ૭૧૯.૮૫ કરોડ રુપિયા મળ્યા છે.

૨૦૨૨-૨૩માં ભાજપને મળતા ડોનેશનમાં ૧૭ ટકાનો વધારો થયો છે જે કોંગ્રેસની સરખામણીમાં ઘણી વધારે છે.  ભારતની ૬ રાષ્ટ્રીય પાર્ટીઓને સૌથી વધારે નાણા મળ્યા છે જેમાં આમઆદમી પાર્ટીને ૩૭.૧ કરોડ.નેશનલ પીપલ્સ પાર્ટીને ૭.૪૭ કરોડ. સીપીએમને ૬.૨ કરોડ મળ્યા છે. નવાઇની વાત તો એ છે કે બીએસપીને ૨૦ હજારથી વધુ નાણા કોઇ પણ એક યુનિટમાંથી મળ્યા નથી. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એકટ હેઠળ તમામ રાજકીય પક્ષોએ દર વર્ષે નોન ઇલેકટ્રોરલ બોન્ડથી મળતી રકમ જે ૨૦ હજારથી વધુ હોય અને નાણા ચેક,બેંક ટ્રાન્સફર કે ઓનલાઇન મળતા હોયતો વિગતો જાહેર કરવી પડે છે. 


Google NewsGoogle News