VIDEO : ભારતમાં એક અંતરિયાળ ગામમાં ડોનાલ્ડ ટ્રમ્પનું મંદિર, લોકો કરે છે પૂજા, કારણ ચોંકાવનારું
શકિતશાળી ટ્રમ્પનું પ્રેમ અને પૂજાથી દિલ જીતવા માંગતો હોવાનો દાવો
Donald Trump Temple : ભારતના તેલંગાણાના જનગાંવ જિલ્લાના કોની ગામમાં ડોનાલ્ડ ટ્રમ્પનું મંદિર છે. આ મંદિર વર્ષ 2019માં બુસ ક્રિષ્ણા નામના ચાહકે બનાવ્યું હતું. ખેતીકામ કરતા બુસે પહેલા પોતાના ઘરના મંદિરમાં ટ્રમ્પનો ફોટો ઉપરાંત 6 ફૂટની વિશાળ મૂર્તિ તૈયાર કહી હતી. ટ્રમ્પના ફોટા ઉપર ફૂલો, ચંદનનો હાર અને અગરબત્તીથી પૂજા કરવી તેનો નિત્યક્રમ બની ગયો હતો. દેવી-દેવતાઓની સાથે ટ્રમ્પને પૂજવાનો સિલસિલો કેવી રીતે શરુ થયો તે રસપ્રદ છે.
અમેરિકામાં રહેતા આંધ્રપ્રદેશના સોફટવેર એન્જીનિયર શ્રીનિવાસકુચિ ભોટલાને ફેબુ્રઆરી 2017માં યુએસ નેવીએ એક ગુનામાં ઠાર માર્યો હતો. અમેરિકામાં ભારતીય એન્જીનિયરના મુત્યુ અંગે જાણીને બુસા ક્રિષ્નાને ખૂબજ દુ:ખ થયું હતું. આથી તેણે વિચાર્યુ કે અમેરિકાના પ્રેસિડેન્ટ ભારતીયોની મહાનતા, પ્રેમ અને લાગણીઓને સમજે તે જરુરી છે. તેનું માનવું હતું કે ભારતીયો પોતાની આધ્યાત્મિક શક્તિથી દરેકને જીતી શકે છે. જ્યારે તમે શકિતશાળી વ્યક્તિને સીધા પડકારી શકતા ના હોવ ત્યારે તેને પ્રેમ અને પૂજાથી જીતી શકો છો.
2018માં પોતાના પૂજા રુમને મંદિરમાં ફેરવી નાખ્યો હતો. ટ્રમ્પ માટેનો અહોભાવ પ્રેમ અને વિશ્વાસમાં બદલાઇ ગયો હતો. કુટુંબીજનો અને સ્વજનોએ બુસ ક્રિષ્ણાની આ હરકતનો વિરોધ કર્યો પરંતુ તે ટસનો મસ થયો ન હતો. બુસ કિષ્ણાને લોકો પોતાના ગામમાં ડોનાલ્ડ ટ્રમ્પ ક્રિષ્ણાના ઉપનામથી ઓળખતા હતા. આખા ઘરમાં ટ્રમ્પના પોસ્ટર અને સ્ટીકરો ચોંટાડ્યા હતા અને દિવાલો પર ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરતી ગ્રેફિટી લખી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો ત્યારે બુસાએ એક મિનિટનો વીડિયો બહાર પાડયો હતો જેમાં તે રડતો અને ટ્રમ્પ ઝડપથી સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરતો હતો. 11 ઓકટોબર 2020માં 33 વર્ષની વયે ટ્રમ્પના ચાહકને હાર્ટ એટેક આવતા તેણે દુનિયામાંથી વિદાય લઇ લીઘી. જે અમેરિકન ટ્રમ્પની હાર બાદ તુરંત થયું. ટ્રમ્પની હારના આઘાતમાં કૃષ્ણાની તબિયત બગડી ગઈ હતી. માતા-પિતાને મળતા સમયે કૃષ્ણાને હાર્ટ એટેક આવ્યો અને બેભાન થઈ ગયા. તેમને સ્થાનિકો હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમને મૃત જાહેર કરી દેવાયા.
પરંતુ ટ્રમ્પનું મંદિર આજે પણ યથાવત્ છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચુંટણી જીતી લઇને બીજી વાર પ્રેસિડેન્ટ બનવાના છે. ચુંટણીના રિઝલ્ટના દિવસે ગામ લોકોએ ટ્રમ્પની પ્રતિમાને માળા પહેરાવીને જીતની ઉજવણી કરી ત્યારે આ ગામે ફરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.