Get The App

ગેરકાયદે રહેતા લોકોને અમેરિકામાંથી હાંકી કાઢવા 225 વર્ષ જૂના કાયદાની મદદ લેશે ટ્રમ્પ! કોર્ટ પણ થશે મજબૂર

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
ગેરકાયદે રહેતા લોકોને અમેરિકામાંથી હાંકી કાઢવા 225 વર્ષ જૂના કાયદાની મદદ લેશે ટ્રમ્પ! કોર્ટ પણ થશે મજબૂર 1 - image

Donald Trump, Alien and Sedition Act : અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપ્રમુખ 2024ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે જંગી જીત મેળવી હતી. અને હવે તેઓ જાન્યુઆરીમાં રાષ્ટ્રપ્રમુખ પદના શપથ લેશે. પરંતુ તે પહેલા જ તેમના દ્વારા લેવામાં આવનાર સંભવિત નિર્ણયો અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જેમાં એક નિર્ણય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કડક કાર્યવાહી કરવાનો છે. કારણ કે તેમણે ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે તેઓ ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સ પર તરત જ કાર્યવાહી કરશે. આ વાતનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે, હાલમાં એક મીડિયા સંસ્થાના એક્ઝિટ પોલમાં 87 ટકા ટ્રમ્પ સમર્થકોનું માનવું હતું કે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને પાછા મોકલવા જોઈએ. આ મુદ્દા પર ચર્ચા એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે આ કાર્યવાહીની ભારતીયો પર પણ ઊંડી અસર પડશે.

શું છે કાયદો?  

એવું કહેવામાં આવી રહ્યું છે કે, 20 જાન્યુઆરીએ શપથ લીધા બાદ આ કાર્યવાહીને લાગુ કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ સદીઓ જૂના કાયદાનો સહારો લઈ શકે છે. તે કાયદાનું નામ એલિયન અને સેડીશન એક્ટ્સ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ કાયદા હેઠળ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહી કરી શકે છે. સન 1798ના એલિયન એન્ડ સેડીશન એક્ટ, ખાસ કરીને એલિયન ફ્રેન્ડ્સ એક્ટ અને એલિયન એનિમીઝ એક્ટમાં યુનાઇટેડ સ્ટેટ્સમાંથી ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ આપવા માટેની સંબંધિત જોગવાઈઓનો સમાવેશ થાય છે. આ કાયદો અમેરિકાની સરકાર દ્વારા સંભવિત વિદેશી ધમકીઓ અને ટીકાઓને નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવ્યો હતો.

આ કાયદા હેઠળ રાષ્ટ્રપ્રમુખોને અબાધિત અધિકારો

એલિયન એનિમીઝ એક્ટ લાગુ કરીને ટ્રમ્પ વહીવટીતંત્ર માટે કાયદાકીય પરવાનગી વિના અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ્સને તરત જ પકડવા, અટકાયતમાં લેવા અને દેશનિકાલ કરવાનું ખૂબ જ સરળ બની શકે છે. કારણ કે આ કાયદો રાષ્ટ્રપ્રમુખોને ઈમિગ્રેશન કોર્ટને બાયપાસ કરવાની મંજૂરી આપે છે.

સન 1798માં પસાર કરવામાં આવ્યો હતો આ કાયદો

સન 1798માં અમેરિકામાં પસાર કરવામાં આવેલો એલિયન એન્ડ સેડીશન એક્ટ એ ચાર કાયદાઓનો સમૂહ છે. આ કાયદાઓ રાષ્ટ્રપ્રમુખ જોન એડમ્સના કાર્યકાળ દરમિયાન પસાર કરવામાં આવ્યા હતા. આ કાયદાઓનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાના નામે વિદેશી નાગરિકોને અંકુશમાં લેવાનો અને યુએસ સરકાર સામેની ટીકાને રોકવાનો હતો. જો કે, એવું કહેવાય છે કે, આ કાયદાઓનો ઉપયોગ મોટાભાગે રાજકીય વિરોધીઓ અને ઇમિગ્રન્ટ્સને દબાવવા માટે કરવામાં આવે છે. જો કે આ કાયદાનો અત્યાર સુધીમાં ત્રણ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમ 1812ના યુદ્ધ દરમિયાન, પછી પ્રથમ વિશ્વ યુદ્ધ અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન. અમેરિકાએ ત્રણેય કેસોમાં યુદ્ધની ઘોષણા કરી હતી.

1. નેચરલાઈઝેશન એક્ટ 

આ કાયદો અમેરિકામાં નાગરિકતા મેળવવાની પ્રક્રિયાને પહેલા કરતા વધુ મુશ્કેલ બનાવે છે. જેમાં નાગરિકતા મેળવવા માટે જરૂરી રહેઠાણનો સમયગાળો 5 વર્ષથી વધારીને 14 વર્ષ કરવામાં આવ્યો હતો.

2. એલિયન ફ્રેન્ડ્સ એક્ટ 

જે રાષ્ટ્રપ્રમુખને દેશમાંથી કોઈપણ વિદેશી નાગરિકને દેશનિકાલ કરવાનો અધિકાર આપે છે. જો રાષ્ટ્રપ્રમુખને લાગે કે કોઈ વ્યક્તિ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. તો આ કેમાં દેશનિકાલ માટે કોઈ કાનૂની પ્રક્રિયા કે પુરાવાની જરૂર ન હતી. આ ઉપરાંત આ નિર્ણયને કોર્ટમાં પણ પડકારી શકાય નહીં. આ કાયદો શાંતિના સમયમાં લાગુ થતો હતો. જો કે, તેના અમલના 2 વર્ષ પછી એટલે કે વર્ષ 1800માં તેને નાબૂદ કરવામાં આવ્યો હતો.

3. એલિયન એનિમીઝ એક્ટ  

જો યુનાઇટેડ સ્ટેટ્સ વિદેશી દેશ સાથે યુદ્ધમાં હોય તો તે દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને તે દેશના નાગરિકોને અટકાયત અથવા દેશનિકાલ કરવાનો અધિકાર આપે છે. આ કાયદો હજુ પણ અમેરિકન કાયદાનો એક ભાગ છે.

4. રાજદ્રોહ કાયદો  

આ કાયદો સરકાર વિરુદ્ધ ખોટું અને અપમાનજનક નિવેદન આપવા અથવા તો તેને પ્રકાશિત કરવા તેને ગુનો માનતો હતો. જેમાં પ્રેસ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. આ અંતર્ગત ઘણાં પત્રકારો, રાજકારણીઓ અને સરકારના ટીકાકારોની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : અમેરિકામાં અનેક રહસ્યમયી ડ્રોન દેખાતા ખળભળાટ, ટ્રમ્પ બાઈડેન પર વિફર્યા

18000 ભારતીયો પર દેશનિકાલ થવાનો ખતરો  

કહેવામાં આવી રહ્યું છે કે, આ દિશામાં ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. અને તેની અસર ભારત પર પણ થશે. મળતી માહિતી અનુસાર 1.45 મિલિયન લોકો પર અમેરિકામાંથી દેશનિકાલ થવાનો ખતરો છે. જેમાં લગભગ 18,000 ભારતીયો પણ હોવાનું કહેવાય છે. નવેમ્બર 2024માં બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, હાલમાં 17940 ભારતીયો નોન-કસ્ટોડિયલ ડોકમાં છે.

ગેરકાયદે રહેતા લોકોને અમેરિકામાંથી હાંકી કાઢવા 225 વર્ષ જૂના કાયદાની મદદ લેશે ટ્રમ્પ! કોર્ટ પણ થશે મજબૂર 2 - image


Google NewsGoogle News