Get The App

ટ્રમ્પની ધમકી બાદ જયશંકરનો જવાબ, 100 ટકા ટેરિફ મુદ્દે જુઓ શું કહ્યું

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
S. Jaishankar and Donald Trump


S. Jaishankar On Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનો બીજો કાર્યકાળ શરૂ થયાની પહેલા જ ટેરિફને ળઈને દુનિયાભરના દેશોને ધમકાવવાનું શરૂ કરી દીધુ છે. ટ્રમ્પે કહ્યું કે, જો બ્રાજિલ, રશિયા, ભારત, ચીન, સાઉથ આફ્રિકા જેવા વિકાસશીલ દેશોના સમુહ (BRICS) દેશોએ અમેરિકી ડોલરને રિપ્લેસ કરવાની કોશિશ કરી તો તેમના પર 100 ટકા ટેરિફ લગાવવામાં આવશે. ટ્રમ્પની આ ધમકી બાદ વિદેશ મંત્રી જયશંકરનું નિવેદન સામે આવ્યું છે. 

વિવિધ દેશોને ટ્રમ્પના પહેલા કાર્યકાળનો અનુભવ થયો

સીઆઈઆઈ પાર્ટનરશિપ સમિટમાં વિદેશ મંત્રીએ કહ્યું કે, 'ટ્રમ્પના બીજા કાર્યકાળ વિશે બિઝનેસ ક્ષેત્રોમાં ચર્ચા થઈ રહી છે અને મને આશ્ચર્ય નથી કે આના પર ચર્ચા થઈ રહી છે. વિવિધ દેશોને ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં અલગ-અલગ અનુભવ થયા છે અને કદાચ ટ્રમ્પના કાર્યકાળમાં સંબંધો બનાવવા માટે આ દેશો તેના પાછળના સંબંધોને જ જોશે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે ભારત માટે યુ.એસ. સાથે વ્યૂહાત્મક જોડાણ સમયાંતરે ગાઢ બન્યું છે, જેનાથી વધુ સહયોગની શોધ કરી શકાય તેવું વાતાવરણ ઊભું થયું છે.'

આ પણ વાંચો: ફરી યુદ્ધની આગમાં હોમાશે સીરિયા! ‘અલેપ્પો' પર બળવાખોરોનો કબજો, સેંકડોના મોત-એરપોર્ટ બંધ

જયશંકરે કહ્યું કે, 'સ્વાભાવિક રીતે બે પ્રમુખ અર્થવ્યવસ્થાઓ વચ્ચે હંમેશા કંઈક આપવાનું અને લેવાનું રહે છે. જ્યારે આપણે આર્થિક અથવા ટેક્નોલોજી ક્ષેત્રે જોઈએ છીએ, ત્યારે તાજેતરના વર્ષોમાં ભારત અને યુએસ વચ્ચે વિશ્વસનીય અને વિશ્વાસપાત્ર ભાગીદારી વધી છે. એટલે આગળ જે કંઈ પણ છે તે બંને તરફી લાભદાયક છે. અને આ સંબંધમાં ભારત જેટલું યોગદાન આપશે, આપણી અપીલ પણ એટલી જ મજબૂત રહેશે.'

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા સાઈટ ટ્રૂથ પર BRICS દેશોને ચેતવણી આપતાં કહ્યું કે, 'BRICS દેશો ડોલરથી દૂર જવાની કોશિશ કરી રહ્યાં છે અને અમે મૂકદર્શક બનીને જોતા રહીશું, એ વિચાર હવે  પૂરો થઈ ગયો છે. અમને આ દેશો પાસેથી એ વાયદો જોઈએ કે, તેઓ ન તો નવી BRICS ચલણ બનાવે કે ન તો શક્તિશાળી યુએસ ડૉલરના રિપ્લેસમેન્ટને સમર્થન આપશે. નહીતર 100 ટકા ટેરિફના સામનો કરવો પડશે. એમને પોતાનો સામાન અમેરિકામાં વેચવાનું બંધ કરવું પડશે.'

આ પણ વાંચો: યુદ્ધોના કારણે શસ્ત્રો બનાવતી કંપનીઓ માલામાલ! જાણો સૌથી વધુ ઉત્પાદન કરતા ટોપ-3 દેશોના નામ

ટ્રમ્પે આગળ કહ્યું કે, 'તેઓ અન્ય કોઈ મુર્ખ શોધી શકે છે! BRICS આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં અમેરિકી ડોલરની જગ્યા લઈ શકે તેવી કોઈ સંભાવના નથી અને જે પણ દેશ આવું કરવાની કોશિશ કરશે તેને અમેરિકાને ગુડબાય કહી દેવું જોઈએ.'


Google NewsGoogle News