VIDEO : મહિલા કોને કહેવાય? ડોનાલ્ડ ટ્રમ્પની વ્યાખ્યા સાંભળી લોકો હસી હસીને લોથપોથ થયા
USA President Donald Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પત્રકારો સાથેની વાતચીતમાં પોતાના આકરા અંદાજ અને ટીખળ માટે જાણીતા છે. તેમણે હાલમાં જ એક પત્રકાર દ્વારા મહિલાઓની ભૂમિકા વિશે પૂછવામાં આવેલા સવાલ પર અલગ અંદાજમાં જવાબ આપતાં ત્યાં બેઠેલા લોકો જોર-જોરથી હસવા લાગ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ ન્યૂ જર્સીની અમેરિકાના એટર્ની એલિના હબ્બાના શપથ ગ્રહણ સમારોહમાં વિશે ચર્ચા કરી રહ્યા હતા. પત્રકારે ટ્રમ્પની સરકારમાં મહિલાઓના ચીફ ઓફ સ્ટાફ સૂજી વિલ્સ, પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ અને એટર્ની જનરલ પામ બોન્ડીની મહત્ત્વપૂર્ણ પદ પર નિમણૂક કરવામાં ટ્રમ્પની ભૂમિકા પર ભાર મૂકતાં પૂછ્યું હતું કે, ડેમોક્રેટ હંમેશા આ સવાલનો જવાબ આપવામાં ખચકાતી હોય છે, પરંતુ હું તમને પૂછવા માગું છું કે, મહિલા શું છે. અને આપણે કેમ પુરૂષો અને મહિલાઓ વચ્ચેનો તફાવત સમજવો જોઈએ?
આ પણ વાંચોઃ VIDEO : ઝેલેન્સ્કીની 'ભવિષ્યવાણી' વચ્ચે પુતિનના કાફલાની કારમાં જોરદાર વિસ્ફોટ
ટ્રમ્પે આપ્યો આ જવાબ
ટ્રમ્પે જવાબ આપ્યો છે કે, એક મહિલા એ હોય છે, જે બાળકને જન્મ આપી શકે છે. તેની પાસે અધિકાર છે. એક મહિલા એ છે કે જે, એક પુરૂષ કરતાં વધુ સમજદાર છે. બીજી એક મહિલા એ હોય છે, જે એક પુરૂષને ક્યારેય જીતવા દેતી નથી. ટ્રમ્પનો આ જવાબ સાંભળી ત્યાં ઉપસ્થિત તમામ લોકો પેટ પકડીને હસવા લાગ્યાં હતાં.
ટ્રાન્સજેન્ડર્સની ભાગીદારી પર બોલ્યાં
ટ્રમ્પે ટ્રાન્સજેન્ડર્સની ભાગીદારી પર ચર્ચા કરતાં જણાવ્યું કે, મહિલાઓ સાથે ક્યારેય અન્યાય થવા દઈશું નહીં. એક મહિલા એ હોય છે, જેની સાથે ઘણા કિસ્સામાં અયોગ્ય વ્યવહાર થયો હોય છે. પુરૂષ મહિલાઓની રમતોમાં ભાગ લઈ શકે છે, જે હાસ્યાસ્પદ છે, પરંતુ ખૂબ ખોટો વિચાર છે. તે મહિલાઓનું અપમાન કરે છે. મહિલાઓ અવિશ્વસનીય છે, જે આપણા દેશ માટે ઘણું બધું કરે છે. આપણે આપણી મહિલાઓને પ્રેમ કરવો જોઈએ. અને તેમની સાથે કંઈ પણ ખોટું થવા દેવું જોઈએ નહીં.