PM મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરશે ડોમિનિકા, કોરોના સંકટમાં કરી હતી 70 હજાર વેક્સિનની મદદ
PM Modi Dominica Award : કોરોનાકાળનો સમયગાળો ભારત સહિત વિશ્વભરના લોકો માટે સૌથી ભયાનક હતો. તે વખતે અનેક લોકોના મોત થયા હતા, તો ઘણાં દેશોના અર્થતંત્ર પડી ભાગ્યા હતા. આ દરમિયાન ભારતના અર્થતંત્રને પણ ફટકો પડ્યો હતો, જોકે તેમ છતાં ભારતે તમામ જરૂરીયાતમંદ લોકોની મદદ કરવા માટે હાથ લંબાવ્યો હતો. કેન્દ્ર સરકારે અમેરિકા સહિત 150 દેશોની મદદ કરી દવાઓનો જથ્થો મોકલ્યો હતો, જેની વિશ્વભરે નોંધ લીધી હતી, ત્યારે ડોમિનિકા દેશ આ મદદ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપવાની છે.
ડોમિનિકા PM મોદીને સન્માન આપશે
ડોમિનિકા સરકારે કહ્યું છે કે, ‘ડોમિનિકા રાષ્ટ્રમંડળ આ મહિને વડાપ્રધાન મોદી(PM Narendra Modi)નું સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ‘ડોમિનિકા ઍવૉર્ડ ઑફ ઑનર’થી સન્માન કરશે. કોવિડ-19 મહામારી (Covid-19 Pandemic) તેમજ બંને દેશોની ભાગીદારી મજબૂત કરવામાં વડાપ્રધાન મોદીના યોગદાન અને સમર્પણ બદલ આ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : ભારત માતાની પ્રતિમા કેમ હટાવી? ભાજપને પરત આપો: મદ્રાસ હાઇકોર્ટનો તમિલનાડુ સરકારને આદેશ
વડાપ્રધાનનું 19થી 21 નવેમ્બર વચ્ચે કરાશે સન્માન
ડોમિનિક વડાપ્રધાન કાર્યાલયના સત્તાવાર નિવેદન મુજબ, ડોમિનિકા રાષ્ટ્રમંડળના અધ્યક્ષ સિલ્વેની બર્ટન 19થી 21 નવેમ્બર સુધી ગુયાનાના જોર્જટાઉનમાં યોજાનાર ભારત-કૈરિકૉમ શિખર સંમેલનમાં ભાગ લેવાના છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન મોદીને પુરસ્કાર અર્પણ કરશે.
ભારતે ડોમિનિકાને મોકલી હતી વેક્સીન
નિવેદનમાં એમ પણ કહેવાયું છે કે, પીએમ મોદીએ ડોમિનિકાને ફેબ્રુઆરી-2021માં એસ્ટ્રાજેનેકા કોવિડ-19ની 70,000 વેક્સિનનો જથ્થો પૂરો પાડ્યો હતો, જે એક ઉદાર ભેટ હતી. તેમની આ મદદના કારણે ડોમિનિકા પોતાના કેરેબિયાઈ પડોશીઓનું સમર્થન મેળવવામાં સક્ષમ બન્યું છે.
વડાપ્રધાન મોદી ડોમિનિકાના સાચા મિત્ર : પીએમ રૂજવેલ્ટ
ડોમિનિકાના વડાપ્રધાન રૂજવેલ્ટ સ્કેરિટ(Roosevelt Skerrit)ને ટાંકીને નિવેદનમાં કહેવાયું છે કે, ‘આ ઍવૉર્ડ ડોમિનિકા સાથે વડાપ્રધાન મોદીની એકતા દર્શાવે છે. તેઓ ડોમિનિકાના સાચા મિત્ર છે. વૈશ્વિક આરોગ્ય સંકટ દરમિયાન તેમણે અમારા દેશની જરૂરિયાત પૂરી કરવામાં મોટું યોગદાન આપ્યું છે.