Dolo 650: દવા અક્સીર કે પછી ઉત્પાદનનું અનૈતિક માર્કેટિંગ?
નવી દિલ્હી, તા. 15 જુલાઈ 2022 શુક્રવાર
કોરોનામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલી ડોલો-650 દવાના ઉત્પાદક સામે તપાસ થશે. ફાર્માસ્યુટિકલ્સ વિભાગને ફાર્મા ફર્મ, માઈક્રોલેબની કથિત અનૈતિક માર્કેટિંગની ખાસ તપાસ કરાવવા માટે કહેવામાં આવ્યુ છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે બુધવારે લોકપ્રિય ડોલો-650ના નિર્માતાઓ પર અનૈતિક માર્કેટિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. બેંગલોર સ્થિત ફાર્માસ્યુટિકલ દ્વારા બનાવવામાં આવેલા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના બદલામાં ડોક્ટર અને તબીબી વ્યાવસાયિકોમાં લગભગ 1,000 કરોડ રૂપિયાનુ મફત વિતરણ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
ઘટના સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, કાર્યાલયે અધિકારીઓને કંપની પરિસરમાં દરોડા બાદ જે ડોક્ટર્સના નામ સામે આવ્યા તેમને પણ કારણ બતાવો નોટિસ મોકલવા આદેશ આપ્યો છે.
વધુ વાંચો:
કોરોનાએ 'ડોલો'ના ઉત્પાદકોને કરી દીધા માલામાલ, હવે પડી ITની રેડ
આ કેસને ફાર્માસ્યુટિકલ વિભાગની નૈતિકતા સમિતિને મોકલવામાં આવશે. જેમાં સંયુક્ત સચિવની અધ્યક્ષતામાં ડ્રગ માર્કેટિંગ પ્રેક્ટિસ પર સ્વૈચ્છિક કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગમાં સંગઠિત ક્ષેત્રમાં વેચાણના મામલે માઈક્રો લેબ 19માં સ્થાને છે. કંપની પોતાની વેબસાઈટ પર સમગ્ર દેશમાં આરોગ્ય વ્યાવસાયિકો માટે પોતાના ઉત્પાદનોને નૈતિક રીતે પ્રોત્સાહન આપવા 150,000થી વધારે ડોક્ટરોને કવર કરવાનો દાવો કરે છે.
વધુ વાંચો:
સાડા ત્રણ અબજ ડોલો વેચાઇ ...400 કરોડની કમાણી
કંપની દવાઓના ઉત્પાદન માટે કાચા માલ તરીકે જરૂરી ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો અને એપીઆઈ કે સક્રિય ફાર્માસ્યુટિકલ સામગ્રીના નિર્માણ અને માર્કેટિંગનું કામ કરે છે.
પેનલને ફાર્માસ્યુટિકલ ફર્મની મોડસ ઓપરેન્ડીને સમજવા માટે કહેવામાં આવ્યું છે. મંત્રાલયના અન્ય એક અધિકારીના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં તેઓ એટલું સમજી શક્યા છે કે ડાયાબિટીસ, કાર્ડિયો અને મનોચિકિત્સા, આ ત્રણ વિભાગ એવા છે જ્યાં આ ફાર્મા કંપનીઓ રોકાણ કરે છે અને ડોક્ટરોને લાંચ આપવાનો પ્રયત્ન કરે છે.
તેઓ ડોક્ટરોને હોસ્પિટલના સાધનો, સોનાના દાગીના, વિદેશ યાત્રાઓ અને અન્ય વસ્તુઓ ફ્રીમાં આપવાની લાલચ આપે છે. અધિકારીઓને આ મામલે સીબીડીટીના દરોડાથી તમામ ડેટા અને જાણકારી એકઠી કરવા અને તેમાં સામેલ ડોક્ટરો સહિત દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનુ કહેવામાં આવ્યું છે.
વધુ વાંચો:
ડોલો-650 બનાવતી કંપનીએ ડોક્ટરોને રૂ. 1000 કરોડથી વધુની ભેટ આપી