Get The App

વિમાનમાં બોમ્બ હોવાની ફેક ઈન્ફર્મેશન આપવી ભારે પડશે, જાણો કેટલા વર્ષની થશે સજા?

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
વિમાનમાં બોમ્બ હોવાની ફેક ઈન્ફર્મેશન આપવી ભારે પડશે, જાણો કેટલા વર્ષની થશે સજા? 1 - image


Fake information of bomb in plane : વિમાનમાં બોમ્બ હોવાની ફરી વધુ એક ધમકીનો મામલો સામે આવ્યો છે. આ વખતે અકાસાની દિલ્હી-બેંગ્લોર ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી સામે આવી છે. આ માહિતી મળતા જ તાત્કાલિક બેંગલુરુ જઈ રહેલી ફ્લાઈટનું દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા એક સાથે 7 ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ત્યારે પણ આ ધમકી મળ્યા બાદ તરત જ ફ્લાઈટ્સનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રકારની કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા છે. આજે એ જાણીએ કે આવી ફેક ઈન્ફર્મેશન આપનારને શું સજા કરવામાં આવે છે. 

ફેક માહિતી આપનારની ઘરે પહોંતી પોલીસ 

એર ઈન્ડિયા અને ઈન્ડિગો એરલાઈન્સના વિમાનોમાં બોમ્બ હોવાની અફવાને લઈને મુંબઈ પોલીસ છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લામાં પહોંચી અને એક સગીર, તેના પિતા અને કેટલાક અન્ય લોકોની પૂછપરછ કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, સોમવારે એર ઈન્ડિયાની મુંબઈથી ન્યૂયોર્ક અને ઈન્ડિગો કંપનીની મુંબઈથી મસ્કત અને મુંબઈથી જેદ્દાહની ફ્લાઈટમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી, જેમાં ઈન્ડિગો કંપનીની ફ્લાઈટ નંબર 6Eનો ઉલ્લેખ હતો ફ્લાઈટ નંબર 1275 (મુંબઈથી મસ્કત) અને ફ્લાઈટ નંબર 6E-57 (મુંબઈથી જેદ્દાહ)માં ટાઈમ બોમ્બ મૂકવા અને એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI 119 (મુંબઈથી ન્યૂયોર્ક)માં છ કિલોગ્રામ આરડીએક્સ અને છ આતંકવાદીઓ હોવાની માહિતી આપી હતી. 

ફેક કોલ અને ધમકી આપવા પર શું છે સજા

બોમ્બની ધમકી આપવી અને ફેક કોલ કરવો એ કાયદાકીય ગુનો બને છે. આ પ્રકારના કેસમાં ખોટી ધમકી આપનાર અથવા અફવા ફેલાવનાર વ્યક્તિને 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ સાથે આવા કેસમાં ભારે દંડ પણ ભરવો પડે છે. આ ઉપરાંત જો ગુનો વધુ ગંભીર હોય અને ગુનેગાર દોષિત સાબિત થાય તો UAPA હેઠળ કેસ નોંધી શકાય છે.

5 વર્ષ સુધી ફ્લાઇટમાં મુસાફરી કરી શકશે નહીં

વિમાનો પર નકલી બોમ્બની ધમકીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આવા મામલાઓને જોતા હવે નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોના ડીજી ઝુલ્ફીકાર હસને મોટો નિર્ણય લઈને આ માહિતી આપી છે. જો દોષી સાબિત થશે તો આવા લોકોને આગામી પાંચ વર્ષ સુધી કોઈપણ વિમાનમાં મુસાફરીની મંજૂરી આપવામાં નહીં આવે. ઉપરાંત આવા ગુનેગારોને નો ફ્લાય લિસ્ટમાં પણ સામેલ કરવામાં આવશે. એટલે કે આરોપી આગામી પાંચ વર્ષ સુધી કોઈપણ ફ્લાઇટમાં મુસાફરી કરી શકશે નહીં.



Google NewsGoogle News