ખતરનાક VIDEO: શ્વાને મહિલાના હાથમાંથી બાળકીને છીનવી, વારંવાર માસૂમ પર કર્યા એટેક

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
ખતરનાક VIDEO: શ્વાને મહિલાના હાથમાંથી બાળકીને છીનવી, વારંવાર માસૂમ પર કર્યા એટેક 1 - image


નવી દિલ્હી,તા. 31 ઓક્ટોબર 2023, મંગળવાર   

કહેવાય છેકે, કુતરા માણસનો સૌથી વફાદાર મિત્ર છે, તેથી જ લોકો પોતાના ઘરની સુરક્ષા માટે પણ શ્વાનને પાળતા હોય છે અને આજકાલ તો લોકો પોતાના શ્વાનને પોતાના બાળક જ સમજીને વર્તે છે. પરંતૂ ઘણા સમયતી ડોગ અટેકના વીડિયો સામે આવી રહ્યાં છે.  ત્યારે સોશિયલ મીડિયા પર વધુ એક શ્વાનના એટેકનો વીડિયો સામે આવ્યો છે. 

આ વીડિયોમાં જોઇ શકાય છેકે, એક મહિલા તેના બાળક સાથે રોડ કિનારે ચાલી રહી હતી. તે જ રસ્તા પર રખડતા એક કૂતરાએ બાળકને જોયા બાદ તરત જ બાળક પર હુમલો કર્યો. આ દરમિયાન મહિલા તેના બાળકને બચાવવાનો પ્રયાસ કરતી રહી. પરંતુ કૂતરાએ બાળકને પકડવાનુ અને બતકા ભરવાનું ચાલુ રાખ્યુ હતુ. 

આ ભયાનક હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક મહિલા તેની નાની દીકરી સાથે રસ્તા પર ચાલતી જોવા મળી હતી.ત્યારે તેની બાજુમાંથી એક કાળો કૂતરો પસાર થયો હતો. કૂતરો તેની પુત્રી પર હુમલો કરવાના ઇરાદે મહિલા તરફ દોડ્યો હતો. દીકરીને બચાવવા માટે મહિલાએ કૂતરા સાથે લડાઈ કરી. પરંતુ કૂતરાએ હુમલો કરવાનું બંધ કર્યું નહીં. તેણે ઘણી વખત બાળકીને તેની માતાના ખોળામાંથી છીનવી લીધી અને તેને કરડ્યુ. 

રસ્તા પર આ હુમલા દરમિયાન ત્યાં કોઈ જોવા મળ્યું ન હતું. પરંતુ મહિલાની ચીસો સાંભળીને એક વૃદ્ધ મહિલા ત્યાં આવી ગઇ હતી.તેણે તરત જ અંદરથી લાકડી ઉપાડી અને કૂતરાને મારવા લાગી હતી. અંતે માતાએ લાકડી ઉપાડી અને કૂતરાને ભગાડી દીધો. 

આ ચોંકાવનારા વીડિયોએ બધાને ચોંકાવી દીધા આ વીડિયો જોયા બાદ લોકોએ આવા કૂતરાઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. અત્યાર સુધી આ વીડિયોને લાખો વ્યુઝ મળી ચૂક્યાં છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તે અંગેની માહિતી ઉપલબ્ધ નથી.


Google NewsGoogle News