Get The App

'પૈસા તો ઘણાં છે મારી પાસે પણ...' ટ્રમ્પને કઈ વાતનું દુઃખ, હસતા મોઢે મનની ઈચ્છા વ્યક્ત કરી

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
'પૈસા તો ઘણાં છે મારી પાસે પણ...' ટ્રમ્પને કઈ વાતનું દુઃખ, હસતા મોઢે મનની ઈચ્છા વ્યક્ત કરી 1 - image


Image Source: Twitter

Donald Trump: બીજી વખત પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લઈ ચૂક્યા છે. અમેરિકાને ફરીથી 'મહાન' બનાવનારા ટ્રમ્પ ત્રીજી વખત પણ પ્રમુખ બનવાના સપના સજાવી રહ્યા છે. જોકે, અમેરિકાનું બંધારણ તેમને ત્રીજી વખત પ્રમુખ બનવાની મંજૂરી નથી આપતું. ટ્રમ્પને પણ આ વાતની ચિંતા છે અને ટ્રમ્પને આ વાતનું દુઃખ પણ છે. બીજી તરફ હવે ડ્રમ્પે હસતા મોઢે પોતાના મનની ઈચ્છા વ્યક્ત કરી છે.

ત્રીજી વખત ચૂંટણી લડવા પર ટ્રમ્પે શું કહ્યું?

તાજેતરમાં જ ટ્રમ્પે મિયામીમાં કોંગ્રેસનલ રિપબ્લિકનની બેઠકમાં એવું કહ્યું હતું કે, મેં ત્રીજી વખત ચૂંટણી લડવા માટે ઘણા પૈસા એકઠા કરી લીધા છે. એવું લાગે છે કે હું આ પૈસાનો ઉપયોગ મારા ખુદના માટે નહીં કરી શકીશ. આ અંગે મને 100% ખાતરી નથી, કારણ કે બંધારણ પ્રમાણે મને ત્રીજી વખત ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં નહીં આવશે.

તેમણે કહ્યું કે, 'મારું સૌભાગ્ય હશે કે હું બે વાર નહીં પણ ત્રણ-ચાર વાર અમેરિકાનો પ્રમુખ બનું.' ટ્રમ્પે હસતા-હસતા રિપબ્લિકન હાઉસ લીડપ માઈક જ્હોનસોનને પૂછ્યું કે, 'મને વિશ્વાસ નથી કે, હું ત્રીજી વખત ચૂંટણી લડી શકુ છું. માઈક, શું મને ફરીથી ચૂંટણી લડવાની મંજૂરી છે? હું તમને આ ચર્ચામાં સામેલ ન કરું એ જ યોગ્ય રહેશે.'

આ પણ વાંચો: બાઈડેને પુતિનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું... અમેરિકાના રાજકીય નિષ્ણાતનો મોટો ધડાકો

શું કહે છે અમેરિકાનું બંધારણ?

હકીકતમાં અમેરિકાના બંધારણના 22મા સુધારા પ્રમાણે અમેરિકામાં પ્રમુખ બે વાર જ પદ પર રહી શકે છે. બંધારણમાં આ સુધારો 1951માં કરવામાં આવ્યો હતો. 

કેવી રીતે બંધારણમાં કરી શકાય છે ફેરફાર? 

આ બંધારણીય વ્યવસ્થામાં ફેરફાર ત્યારે જ થઈ શકે છે જ્યારે અમેરિકાના તમામ રાજ્યોની વિધાનસભાઓ ત્રણ-ચતુર્થાંશ બહુમતી સાથે ઠરાવ પસાર કરે. નોંધનીય છે કે, પ્રમુખનો કાર્યકાળ વધારવા માટે બંધારણમાં સુધારો કરવાની આ પ્રક્રિયા લગભગ સાત વર્ષ લાંબી છે.


Google NewsGoogle News