શું 10 વર્ષ સુધી અપડેટ ન કરાવીએ તો અમાન્ય થઈ જાય છે આધાર કાર્ડ? UIDAI એ કરી સ્પષ્ટતા

Updated: May 28th, 2024


Google NewsGoogle News
શું 10 વર્ષ સુધી અપડેટ ન કરાવીએ તો અમાન્ય થઈ જાય છે આધાર કાર્ડ? UIDAI એ કરી સ્પષ્ટતા 1 - image

Image:Twitter 

Aadhaar Card:અવાર નવાર સોશિયલ મીડિયા પર ફેક ન્યુજ વાયરલ થઇ રહે છે, જેને લોકો સાચી માનીને અનુસરવા લાગે છે. આવા જ એક ન્યુઝ વાયરલ થઇ રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો 10 વર્ષથી વધુ જૂનું આધાર કાર્ડ 14 જૂન સુધી અપડેટ નહીં કરવામાં આવે તો તેને બંધ કરી દેવામાં આવશે. 

દાવો ખોટો

UIDAIએ આ દાવાને ખોટો ગણાવ્યો છે અને સ્પષ્ટતા કરી છે કે આ સમાચાર ખોટા છે. આ ગેરસમજ કદાચ સરકારની એ જાહેરાતને કારણે ફેલાઈ છે જેમાં મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની સમયમર્યાદા લંબાવવામાં આવી હતી.

UIDAI એ સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડ 10 વર્ષ સુધી અપડેટ નહીં થાય તો પણ તેને બંધ કરવામાં આવશે નહીં. આ અગાઉ, આધાર કાર્ડને ફ્રી મા અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ હતી, જે વધારીને 14 જૂન, 2024 કરવામાં આવી હતી. આ લંબાવવામા આવેલી તારીખને કારણે કેટલાક લોકોને ગેરસમજ થઈ હતી કે, 14 જૂન પછી આધાર કાર્ડ બંધ થઈ જશે. પરંતુ આ સંપૂર્ણપણે ખોટું છે.

સરકારે આધાર કાર્ડની માહિતી ઓનલાઈન અપડેટ કરવાની છેલ્લી તારીખ વધારીને 14 જૂન, 2024 કરી છે અને આ સમયગાળા દરમિયાન આ સુવિધા બિલકુલ મફત છે. પરંતુ, જો આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને આધાર કાર્ડમાં કોઈપણ માહિતી અપડેટ કરવી હોય, તો તેના માટે થોડી ફી ચૂકવવાની રહે છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા આધાર કાર્ડમાં તમારો ફોન નંબર ઉમેરવા માંગો છો, તો તમારે સેવા કેન્દ્રની મુલાકાત લેવી પડશે અને અપડેટ ફી ચૂકવવી પડશે.

UIDAIનું કહેવું છે કે, આધાર કાર્ડ ધારકોએ ગભરાવાની જરૂર નથી, આધાર કાર્ડ 10 વર્ષ સુધી અપડેટ ન થાય તો પણ કામ કરતું રહેશે. વાસ્તવમાં, આ સ્પષ્ટતા એટલા માટે આપવામાં આવી રહી છે જેથી ખોટી માહિતી દૂર કરી શકાય અને લોકોને ખાતરી આપી શકાય કે તેમના આધાર કાર્ડ હજુ પણ માન્ય છે.

UIDAIએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, 'આધાર કાર્ડ ધારકોને લાભ આપવા માટે, મફત દસ્તાવેજો ઑનલાઇન અપલોડ કરવાની સુવિધા 14 જૂન, 2024 સુધી લંબાવવામાં આવી છે. આ મફત સેવા માત્ર myAadhaar પોર્ટલ પર જ ઉપલબ્ધ છે.

આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે અપડેટ કરવું

  • UIDAI ની પોતાની અપડેટ કરેલી વેબસાઇટ ઓપન કરો: https://ssup.uidai.gov.in/ssup/
  • આ વેબસાઇટ પર જઇને "લોગ ઇન" પર ક્લિક કરો અને તમારો 12 અંકનો વિશેષ આધાર નંબર નાખો તે કેપ્ચા કોડ દેખાય છે તો તેને પણ નાંખો. 
  • તમારા આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબર પર વન-ટાઇમ પાસવર્ડ મેળવવા માટે "Send OTP" પર ક્લિક કરો. પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો.
  • 'Service' ટેબમાં, " આધાર અપડેટ ઓનલાઈન" પર ક્લિક કરો. "આધાર અપડેટ કરવા માટે આગળ વધો" પર ક્લિક કરો અને તમે જે વિગતો બદલવા માંગો છો તેને પસંદ કરો.
  • તમારા આધાર કાર્ડ પરનું હાલનું નામ સ્ક્રીન પર દેખાશે. જરૂરી ફેરફારો કરવા માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. માહિતી બદલાઇ છે કે નહી તે ચેક કરી લો. તમારી માહિતી તે મુજબ અપડેટ કરવામાં આવશે.

Google NewsGoogle News