કોચ્ચિ: દર્દીના ફેફસામાંથી નીકળ્યો 4 સેમી લાંબો કોકરોચ, ડોક્ટરો પણ જોઈને દંગ રહી ગયા

- ડોક્ટરોની એક ટીમે તેની સફળ સર્જરી કરી છે

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
કોચ્ચિ: દર્દીના ફેફસામાંથી નીકળ્યો 4 સેમી લાંબો કોકરોચ, ડોક્ટરો પણ જોઈને દંગ રહી ગયા 1 - image


કોચ્ચિ, તા. 29 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર

કેરળના કોચ્ચિમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક દર્દી શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરિયાદ પર હોસ્પિટલ પહોંચ્યો હતો. આ દર્દીની તપાસ કરતા જે નજારો  સામે આવ્યો એ જોઈને ડોક્ટરો પણ દંગ રહી ગયા. દર્દીના ફેફસામાં કોકરોચ ફસાઈ ગયો હતો. ડોક્ટરોએ દર્દીના ફેફસામાંથી 4 સેમી લાંબો કોકરોચ કાઢ્યો છે. જોકે, દર્દી હવે એકદમ સ્વસ્થ છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 

ફેફસામાં 4 સેમી લાંબો એક કોકરોચ ફસાયેલો હતો

પ્રાપ્ત માહિતી પ્રમાણે 55 વર્ષીય દર્દી શ્વાસ લેવામાં પડી રહેલી ગંભીર સમસ્યા બાદ કોચ્ચિના અમૃતા હોસ્પિટલમાં પહોંચ્યો હતો. ડોક્ટર્સે જ્યારે તેમના ફેફસાંની તપાસ કરી તો અંદરનો નજારો જોઈને તેઓ દંગ રહી ગયા. કારણ કે, ફેફસામાં 4 સેમી લાંબો એક કોકરોચ ફસાયેલો હતો. તેના કારણે જ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ડોક્ટરોની એક ટીમે તેની સફળ સર્જરી કરી છે. 

 કોકરોચ અંદર સડી ગયો હતો

એક અહેવાલ પ્રમાણે આ સર્જરી ડોક્ટર ટિંકૂ ડોસેફની આગેવાનીમાં 22 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી. કોકરોચ અંદર સડી ગયો હતો. જેના કારણે જ કદાચ દર્દીની શ્વાસની તકલીફ વધી ગઈ હતી. દર્દીના ફેફસામાંથી કોકરોચને સફળતાપૂર્વક બહાર કાઢવામાં ડોક્ટરોને આઠ કલાક લાગ્યા હતા. ડોક્ટર જોસેફે જણાવ્યું કે દર્દીને પહેલાથી જ શ્વાસ લેવામાં તકલીફ હતી તેથી સર્જરી જટિલ બની ગઈ હતી.

 દર્દી હવે એકદમ સ્વસ્થ છે

હવે આ કોકરોચ વ્યક્તિના ફેફસામાં કેવી રીતે પહોંચ્યો તે અંગે પણ ખુલાસો થઈ ગયો છે. અહેવાલ પ્રમાણે આ કોકરોચ દર્દીના ગળામાં છેલ્લી ટ્રિટમેન્ટમાં લગાવવામાં આવેલી એક નળી દ્વારા ફેફસાં સુધી પહોંચ્યો હતો. ડોક્ટર જોસેફે જણાવ્યું કે, દર્દી હવે એકદમ સ્વસ્થ છે અને તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો છે.


Google NewsGoogle News