Get The App

AIIMSના ડૉક્ટરોની કમાલ, 7 વર્ષના બાળક પર દેશની પહેલી કિડની ઓટોટ્રાન્સપ્લાન્ટ સર્જરી

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News


AIIMSના ડૉક્ટરોની કમાલ, 7 વર્ષના બાળક પર દેશની પહેલી કિડની ઓટોટ્રાન્સપ્લાન્ટ સર્જરી 1 - image

Image: Wikipedia 

Delhi AIIMS: કિડનીની ધમનીમાં ખરાબીના કારણે હાઈપરટેન્શન (રેનોવાસ્ક્યુલર હાયપરટેન્શન) ની દુર્લભ બિમારીથી પીડિત એક સાત વર્ષીય બાળકની પ્રભાવિત એક કિડનીને કાઢીને એઈમ્સના ડોક્ટરોએ તેને પાછી બીજી જગ્યાએ પેટના નીચલા ભાગમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દીધી.

29 જૂને આઠ કલાકની સર્જરીમાં ડોક્ટરોએ સફળતા મેળવી. એઈમ્સના ડોક્ટરોનો દાવો છે કે આ દેશમાં પહેલી અને દુનિયામાં ત્રીજી કિડની ઓટોટ્રાન્સપ્લાન્ટ સર્જરી છે. બંગાળના રહેવાસી તે બાળકને સર્જરીના સાત દિવસ બાદ એઈમ્સથી રજા આપી દેવાઈ અને હવે તે સ્વસ્થ છે.

બાળકને જમણી કિડનીની ધમનીમાં એન્યુરિઝમ હતું

એઈમ્સના જનરલ સર્જરી વિભાગના એડિશનલ પ્રોફેસરે જણાવ્યું કે બાળકની જમણી કિડનીની ધમનીમાં એન્યુરિઝમ હતુ. જેના કારણે ધમની ફુગ્ગાની જેમ ફૂલી ગઈ હતી, જે ગમે ત્યારે ફાટી શકતી હતી. આ બાળક માટે ઘાતક હોઈ શકતું હતું. આ સિવાય કિડની ખરાબ થઈ શકતી હતી અને આ રીતે એન્યુરિઝમ શરીરના બીજા ભાગોમાં પણ થઈ શકતું હતું. આ કારણે બ્રેઈન સ્ટ્રોક પણ થઈ શકતું હતું. અમુક બાળકોમાં આ બિમારી જન્મજાત હોય છે.

અમુક બાળકોમાં ઉંમર વધવાની સાથે પાંચ વર્ષ, સાત વર્ષ કે 13 વર્ષની ઉંમરમાં પણ બિમારી સામે આવે છે. આ બિમારીના કારણે શરીરમાં રક્ત પરિભ્રમણ પ્રભાવિત થઈ રહ્યું હતું. આ કારણે બ્લડ પ્રેશર વધી જાય છે. આ બાળકનું બ્લડ પ્રેશર પણ 150/110 રહ્યું હતું. આ કારણે તેને બ્લ્ડ પ્રેશરની દવા પણ લેવી પડી રહી હતી.

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન યુરિનમાં બે વખત લોહી પણ આવ્યું હતું ત્યારે માતા-પિતાએ દિલ્હીના બે ખાનગી હોસ્પિટલોમાં ડોક્ટર્સનો સંપર્ક કર્યો. બંને હોસ્પિટલના ડોક્ટરોએ એક કિડની કાઢવાની સલાહ આપી. બાદમાં માતા-પિતા બાળકને લઈને એઈમ્સના સીટીવીએસ વિભાગમાં પહોંચ્યા.

બાળકનું વજન લગભગ 21 કિલો

તે બાદ સીટીવીએસ અને જનરલ સર્જરી વિભાગના ડોક્ટરોએ મળીને સારવારના વિકલ્પો પર વિચાર કર્યો. સારવારના બે વિકલ્પ હતાં. પહેલા સ્ટેન્ટ અને બીજી સર્જરી. સર્જરીને પસંદ કરવામાં આવ્યો પરંતુ આ ખૂબ જટિલ સર્જરી હતી. કેમ કે બાળકનું વજન લગભગ 21 કિલો છે. આ કારણે સર્જરી દરમિયાન 350 લિટરથી વધુ રક્ત સ્ત્રાવ બાળકના આરોગ્ય માટે યોગ્ય નહોતું.

સમસ્યા એ હતી કે ધમનીમાં એન્યૂરિઝમ કિડનીની બિલકુલ નજીક હતી અને એક મોટી નસ (વેના કાવા) ની પાછળ હતી. તેથી કિડનીને નસોથી ખૂબ સુરક્ષિત રીતે અલગ કરવાનો પડકાર હતો. સર્જરીમાં નાની ચૂકથી મોટી નસ કાપવા પર 20થી 30 સેકન્ડમાં એકથી દોઢ લિટર રક્ત સ્ત્રાવ થઈ શકતો હતો. તેથી ખૂબ સતર્કતાની સાથે કિડનીને અલગ કરીને ઓપરેશન થિયેટરના વર્ક સ્ટેશન પર રાખવામાં આવ્યો અને ખરાબ નસને કાપીને હટાવી દેવાઈ.

કિડનીને જમણી બાજુએ જ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી 

તે બાદ નવી નસ બનાવીને બાળકની જમણી કિડનીને પાછી પેટના નીચેના ભાગમાં જમણી તરફ જ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. સીટીવીએસ અને જનરલ સર્જરીના ડોક્ટરોએ મળીને આ સર્જરી કરી. આ રીતે પહેલી કિડની ઓટો ટ્રાન્સપ્લાન્ટ વર્ષ 2014માં દક્ષિણ કોરિયામાં એક 13 વર્ષના બાળકની જમણી કિડનીમાં થયેલી હતી. ત્યારે બે દિવસ બાદ જ કિડની કાઢવી પડી હતી. આ કારણે સર્જરી અસફળ થઈ ગઈ હતી.

બાળકની બંને કિડની સુરક્ષિત બચી ગઈ

બીજી સર્જરી વર્ષ 2021માં લંડનમાં ચાર વર્ષીય બાળકીની થઈ હતી. તેની જમણી કિડનીનું ઓટો ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. તે બાદ હવે એઈમ્સનું ત્રીજું ટ્રાન્સપ્લાન્ટ થયું છે. ડોક્ટરે જણાવ્યું કે આ સર્જરીથી બાળકની બિમારી પણ દૂર થઈ ગઈ અને બાળકની બંને કિડની સુરક્ષિત બચી ગઈ. આ સિવાય બીપી ઠીક થઈ જશે. તેથી ભવિષ્યમાં બ્લડ પ્રેશરની દવા લેવાની જરૂર પડશે નહીં. 


Google NewsGoogle News