ગર્ભાશયને બદલે ડોક્ટરે કાઢી નાખી બંને કિડની, સુનિતા માંગી રહી છે પોતાની જિંદગીની ભીખ!
- આ મામલો પ્રશાસન સુધી પહોંચ્યો
- આ ઘટના મુઝફ્ફરપુરના મથુરાપુરની છે
નવી દિલ્હી,તા.9 નવેમ્બર 2022,ગુરૂવાર
મુઝફ્ફરપુરના સકરા પ્રખંડના મથુરાપુરની એક ઘટના સામે આવી છે. હોસ્પિટલના બેડ પર મુઝફ્ફરપુરના સકરા પ્રખંડના મથુરાપુરની સુનિતા દેવી તેની પાસે આવનારા દરેક વ્યક્તિ પાસે તે પોતાની જિંદગીની ભીખ માંગી રહી છે. 3 સપ્ટેમ્બરે સુનિતાને ગર્ભાશયના ઓપરેશન માટે ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ ડૉક્ટરે ગર્ભાશયને બદલે તેની બંને કિડની કાઢી નાખી હતી. તેને હવે કિડની વિના ક્ષણે-ક્ષણે પોતાની પાસે આવનારી મોતની ધૂંધળી છાયાની કલ્પના કરીને તે ધ્રૂસકે ધ્રુસકે રડતી રહે છે.
જ્યારે આ મામલો પ્રશાસન સુધી પહોંચ્યો તો સુનીતાને મુઝફ્ફરપુરથી પટનાના IGIMSમાં મોકલવામાં આવી. કેટલાક દિવસો સુધી અહીં રાખ્યા બાદ, કિડની ન મળવાને કારણે તેને મુઝફ્ફરપુર પરત મોકલી દેવામાં આવી હતી. અહીંના SKMCHમાં વગર કિડનીના ડાયાલિસિસની મદદથી સુનિતા એક-એક દિવસ વિતાવી રહી છે.
ડાયાલિસિસની મદદથી જીવિત રાખવામાં આવે છે, પણ ક્યાં સુધી?
સુનિતાની સારવાર કરી રહેલા ડૉ. આરોહી કુમાર જણાવે છે કે, સુનીતાની સારવારમાં કિડનીની ઉણપ પૂરી કરવા માટે ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું છે. તેને સંપૂર્ણ રીતે સાજા થવા માટે ઓછામાં ઓછી એક કિડનીની જરૂર છે. જેટલી જલ્દી કિડની મળી જશે તેટલું સુનીતા માટે સારું રહેશે.