પહેલા વર્ષમાં 10માં નંબર પર આવતો હતો ડિસેમ્બર મહિનો, પછી 12માં પર આવી ગયો! જાણો કયા બે મહિના નવા જોડાયા
સદીઓ પહેલા વર્ષમાં માત્ર 10 જ મહિના હતા અને આ માર્ચ મહિનાથી ડિસેમ્બરની વચ્ચે હતો
નવા કેલેન્ડરની શરુઆત 15 ઓક્ટોબર 1582થી થઈ હતી
Image Envato |
તા. 2 ડિસેમ્બર 2023, શનિવાર
વર્ષ 2023 અલવિદા કરવા જઈ રહ્યુ છે. 2023માં 12માં અને છેલ્લો મહિનો એવો ડિસેમ્બરની શરુઆત થઈ ગઈ છે. આ મહિના પછી નવુ વર્ષ આવી જશે અને જાન્યુઆરીમાં ફરી નવા વર્ષની શરુઆત થશે. એ તો તમે જાણો જ છો કે વર્ષના છેલ્લા મહિના ડિસેમ્બર અને પહેલા મહિનો જાન્યુઆરી હોય છે, પરંતુ પહેલા આવુ નહોતું, પહેલા ડિસેમ્બર વર્ષનો 10 નંબર પર આવતો હતો અને જાન્યુઆરી વર્ષનો પહેલો મહિનો હતો. આવો જાણીએ કે આખરે પહેલા વર્ષનો મહિનાની શુ વ્યવસ્થા હતી અને તેમા શું ફેરફાર આવ્યો છે.
સદીઓ પહેલા આ રીતે હતી વર્ષની વ્યવસ્થા
સદીઓ પહેલા વર્ષની શરુઆત જાન્યુઆરીથી નહી, પરંતુ માર્ચ મહિનાથી કરવામાં આવતી હતી. એટલે કે વર્ષની શરુઆત માર્ચ મહિનાથી થતી હતી. તે પછી દરેક મહિના અત્યારના ક્રમ પ્રમાણે હતા, તેમા ડિસેમ્બર મહિનો છેલ્લો મહિનો હતો. કેટલીક સદીઓ પહેલા વર્ષમાં માત્ર 10 જ મહિના હતા અને આ મહિનાઓ માર્ચ મહિનાથી ડિસેમ્બરની વચ્ચે આવતા હતા. તેના કારણે ડિસેમ્બરનો નંબર દસમાં સ્થાન પર હતો. જો તમે તેના નામથી અંદાજો લગાવશો તો તમને ખ્યાલ આવી જશે કે પહેલા ડિસેમ્બર દશમાં નંબર પર હતો. અને એવામા નવેમ્બર 9માં સ્થાન પર હતો, ઓક્ટોબર 8 નંબર પર હતો, સપ્ટેમ્બર 7માં નંબર પર હતો. જો કે હવે તેમનો ક્રમ બે નંબર આગળ વધી ગયો છે.
ક્યા બે મહિના જોડવામાં આવ્યા..
નવા કેલેન્ડરની શરુઆત 15 ઓક્ટોબર 1582થી થઈ હતી અને રોમના રાજા નૂમા પોંપિલસે રોમન કેલેન્ડરમાં જરુરી ફેરફાર કર્યા. આ ફેરફાર પછી કેલેન્ડરમા જાન્યુઆરી મહિનો સામેલ કરવામાં આવી. તેના પછી તેને પહેલા નંબર પર જોડવામાં આવ્યો અને 365 દિવસ એડજસ્ટમેન્ટ કરવા માટે ફેબ્રુઆરીને છેલ્લે જોડવામાં આવ્યો હતો. આ કારણે ફ્રેબ્રુઆરી મહિનામાં 28 દિવસ જ હોય છે. એવુ પણ કહેવામાં આવે છે કે તે સમયે વર્ષમાં 310 દિવસ જ હતા.