Explainer: શું સિયાચેનમાં તહેનાત સૈનિકોને વધારે પગાર મળે છે?, કઈ ખાસ સુવિધા મળે છે
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 19 માર્ચ 2024 મંગળવાર
સિયાચેન ગ્લેશિયર દુનિયાના સૌથી ઊંચાઈ વાળા યુદ્ધક્ષેત્ર એટલે કે વોર ઝોનમાં શુમાર છે. આ ભારતના સૌથી દુર્ગમ સરહદ પૈકીની એક છે. સમુદ્ર કિનારેથી 5753 મીટરની ઊંચાઈ પર સ્થિત સિયાચેન ગ્લેશિયરને લઈને ભારત અને પાકિસ્તાનની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો આવી રહ્યો છે. બંને દેશોની નજીક 5000 સૈનિક તહેનાત છે. સિયાચેન આખું વર્ષ બરફથી ઢંકાયેલું રહે છે.
સિયાચેનમાં દિવસનું તાપમાન -30 અને રાતનું તાપમાન -55 ડિગ્રી સુધી પહોંચી જાય છે. ઘણી વખત બરફના તોફાન આવતા રહે છે. તેમ છતાં ભારતીય સૈનિક ન માત્ર સંપૂર્ણ વર્ષ આ બહાદુરીથી અડગ રહે છે પરંતુ તમામ વિપરીત પરિસ્થિતિઓથી લડીને દુશ્મનને જડબાતોડ જવાબ આપે છે. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે સિયાચેનમાં તહેનાત ભારતીય સૈનિકનું જીવન કેવુ હોય છે.
શું અલગથી પગાર મળે છે?
સિયાચેનમાં તહેનાત સૈનિકોને તેમના પગાર સિવાય હાઈ ઑલ્ટિટ્યુડ એલાઉન્સ આપવામાં આવે છે. આ રેન્ક અનુસાર અલગ-અલગ છે. સેના હાઈ ઑલ્ટિટ્યુડ વિસ્તારોને કુલ ત્રણ કેટેગરીમાં વહેંચ્યા છે. કેટેગરી-1, કેટેગરી-2 અને કેટેગરી-3.
કેટલી સેલેરી મળે છે?
કેટેગરી 1
હાઈ ઑલ્ટિટ્યુડ કેટેગરી-1 માં તહેનાત લેફ્ટનન્ટ કર્નલ તેના ઉપર કે સમકક્ષ સૈનિકોને દર મહિને રૂ. 3400 મળે છે. મેજર અને તેના સમકક્ષ સૈનિકોને દર મહિને રૂ. 2700 રૂપિયા, કેપ્ટન અને સમકક્ષ સૈનિકને દર મહિને રૂ. 1980, લેફ્ટનન્ટ અને તેના સમકક્ષ સૈનિકને દર મહિને રૂ. 1590 તો જેસીઓ અને તેના સમકક્ષને દર મહિને રૂ. 1440 આપવામાં આવે છે.
કેટેગરી 2
હાઈ ઑલ્ટિટ્યુડ કેટેગરી 1 માં તહેનાત લેફ્ટનન્ટ કર્નલ, તેના ઉપર કે સમકક્ષ સૈનિકોને 5300 દર મહિને મળે છે. મેજર અને તેના સમકક્ષ સૈનિકોને 4100 રૂપિયા દર મહિને, કેપ્ટન અને સમક્ષ સૈનિકને દર મહિને રૂ. 3000, લેફ્ટનન્ટ અને તેના સમકક્ષ સૈનિકને દર મહિને રૂ. 2400, જેસીઓ અને તેના સમકક્ષને દર મહિને રૂ. 2160 ચૂકવણી કરવામાં આવે છે.
કેટેગરી 3
હાઈ ઑલ્ટિટ્યુડ કેટેગરી 3 સૌથી અઘરી માનવામાં આવે છે. તહેનાત અધિકારીઓને દર મહિને વધારાના રૂ. 25000 મળે છે જ્યારે જેસીઓ અને સમકક્ષ સૈનિકોને દર મહિને રૂ. 17300 મળે છે.
ખાસ વસ્ત્રો
સિયાચેન ખૂબ ઠંડો વિસ્તાર છે, તેથી ત્યાં તહેનાત સૈનિકોને ખાસ વસ્ત્ર આપવામાં આવે છે. સૈનિકોને ખાસ જેકેટ, સ્લીપિંગ બેગ, મેટ્રેસ, ખાસ મોજ, ખાસ શૂઝ, ચશ્મા, ગ્લવ્સ જેવી વસ્તુઓ આપવામાં આવે છે. આ વસ્તુઓને ખાસ કરીને એવા પ્રતિકૂળ તાપમાનથી લડવા માટે બનાવવામાં આવે છે.
સુરક્ષાના સાધનો
સિયાચેન હંમેશા બરફથી ઢંકાયેલુ રહે છે. ઘણી વખત બરફીલા તોફાન આવતા રહે છે અને ઝડપી પવન આવે છે. બરફ ખસતો રહે છે તેથી સૈનિકોને તમામ પ્રકારના સેફ્ટી ઈક્વિપમેન્ટ પણ આપવામાં આવે છે. જેમ કે બરફ કાપવાની કુહાડી, સીલિંગ બેગ, કાર્બાઈનર, દોરડું, એવલાંચ રેસ્ક્યૂ કિટ, મેડિકલ કિટ, ઓક્સિજન ટેન્ક, રેસ્ક્યૂ સ્ટ્રેચર વગેરે.
ખાસ સાધનો
ત્યાં તહેનાત સૈનિકોને ખાસ સાધન પણ આપવામાં આવે છે. જેમ કે આંતરિક કોમ્યુનિકેશન માટે સ્પેશિયલ રેડિયો સેટ, સેટેલાઈટ ફોન વગેરે મળે છે. આ સિવાય હીટર, બુખારી (પરંપરાગત હીટર) જેવી વસ્તુઓ પણ મળે છે.
ખાસ વાહનો
સિયાચેન ગ્લેશિયરમાં પેટ્રોલિંગ ખૂબ મુશ્કેલ હોય છે. પગપાળા એક સ્થળેથી બીજા સ્થળે જવુ ખૂબ અઘરુ હોય છે. તેથી આ તહેનાત સૈનિકોને એટીવી, સ્નો સ્કૂટર જેવા સ્પેશિયલ વ્હીકલ પણ મળે છે.
ખાસ હથિયાર
આ સૌથી તણાવ ધરાવતો વિસ્તાર છે. પાકિસ્તાનની સાથે-સાથે ચીનની નજર પણ ત્યાં ટકેલી છે. તેથી ત્યાં તહેનાત સૈનિકોને સ્પેશ્યલ હથિયાર પણ મળે છે. ઘણાં એવા હથિયાર હોય છે. જેમને ખાસ કરીને બરફમાં લડવા માટે જ બનાવવામાં આવે છે.
રાશન
સિયાચેનમાં એટલી ઠંડી પડે છે કે શરીરને ગરમ રાખવુ ખૂબ મુશ્કેલ હોય છે. આ દરમિયાન સૈનિકોને વધારે ઊર્જાની જરૂર પડે છે. તેને ધ્યાનમાં રાખીને નક્કી રાશનથી વધુ સ્પેશિયલ રાશન આપવામાં આવે છે. જેમાં ચોકલેટ, ડ્રાય ફ્રૂટ્સ જેવી ખૂબ જ કેલરી ધરાવતી ચીજવસ્તુ સામેલ હોય છે.
કેટલા દિવસની તહેનાતી હોય છે
સિયાચેનમાં કોઈ સૈનિકની એમ જ તહેનાતી થતી નથી પરંતુ ડિપ્લોયમેન્ટ પહેલા ખૂબ અઘરી તાલીમમાંથી પસાર થવું પડે છે. ભારતીય સેનાનો કોઈ સૈનિક, ભલે તે કોઈ પણ રેન્કનો હોય તેને સિયાચેન બેટલ સ્કૂલમાં આકરી તાલીમમાંથી પસાર થવું પડે છે. ઘણાં પ્રકારના ટેસ્ટ અને તાલીમમાંથી પાસ થયા બાદથી ત્યાં તહેનાતી મળે છે. ભારતીય સેના અનુસાર સિયાચેન જેવા દુર્ગમ વિસ્તારમાં ત્રણ મહિનાથી વધુ સમય સુધી કોઈ સૈનિકની તહેનાતી હોતી નથી.