ગણતંત્ર દિવસે તિરંગાને ફેંકતા નહીં, કેન્દ્ર સરકારે જાહેર કર્યો આદેશ

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
ગણતંત્ર દિવસે તિરંગાને ફેંકતા નહીં, કેન્દ્ર સરકારે જાહેર કર્યો આદેશ 1 - image


Image Source: Wikipedia

દેશભરમાં ગણતંત્ર દિવસની તૈયારીઓ ધામધૂમથી ચાલુ છે. ભારત આ વર્ષે પોતાનો 75મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યુ છે. ગણતંત્ર દિવસ પહેલા ગૃહ મંત્રાલયે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને એક સર્ક્યુલર જારી કર્યું છે. સર્ક્યુલરમાં કહેવામાં આવ્યુ છે કે એ વાતનું પુરુ ધ્યાન રાખવામાં આવે કે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમત-ગમતના આયોજનોના અવસર પર જનતા દ્વારા ઉપયોગ કરવામાં આવતા કાગળથી બનેલા ધ્વજને ઈવેન્ટ બાદ ફેંકવામાં ન આવે કે જમીન પર નાખવામાં ન આવે. 

ગૃહ મંત્રાલયે કહ્યુ કે આવા ધ્વજનો નિકાલ, ધ્વજની ગરીમાને અનુરૂપ, ખાનગી રીતે થવો જોઈએ. મંત્રાલયે કહ્યુ કે ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. MHAએ શુક્રવારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો (UT) એ ભારતનો ધ્વજ કોડ, 2002ના જોગવાઈનું કડકાઈથી પાલન કરવાનો આદેશ આપ્યો. સાથે જ કહ્યુ કે ગણતંત્ર દિવસ સમારોહ પહેલા રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ, 1971નું પણ પાલન કરવામાં આવે. 

ગણતંત્ર દિવસે તિરંગાને ફેંકતા નહીં, કેન્દ્ર સરકારે જાહેર કર્યો આદેશ 2 - image

ધ્વજની ગરિમાનું પણ ધ્યાન રાખવામાં આવે

ગૃહ મંત્રાલયે રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને સરકારી મંત્રાલયોની સાથે-સાથે વિભાગો સાથે પણ આ સંબંધિત એક જન જાગૃતતા કાર્યક્રમ ચલાવવા અને ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં જાહેરાતોના માધ્યમથી આ વિશે પ્રચાર કરવાની પણ વિનંતી કરી છે. મંત્રાલયે આ સંબંધમાં તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીના મુખ્ય સચિવો અને સંચાલકોની સાથે-સાથે ભારત સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોના સચિવોને શુક્રવારે પરિપત્ર જારી કરવામાં આવ્યો. 


Google NewsGoogle News