ખતરનાક VIDEO : યુવતીના હાથમાં જ ફૂટી ગયો ફટાકડો, દિવાળી પર તમે આવી ભૂલ ના કરતા

એક છોકરી હાથમાં એક મીર્ચી બોમ્બ રાખીને હવામાં ઉછાળીને ફોડવાની કોશિશ કરી રહી હતી..

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
ખતરનાક VIDEO : યુવતીના હાથમાં જ ફૂટી ગયો ફટાકડો, દિવાળી પર તમે આવી ભૂલ ના કરતા 1 - image
Image Social Media

તા. 11 નવેમ્બર 2023, શનિવાર 

Diwali Viral Video:દિવાળીનો તહેવાર દર વર્ષે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવાતો તહેવાર છે. તેમજ આ તહેવાર બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના દરેક લોકો તેને ઉત્સાહથી ઉજવતા હોય છે. આમ તો તમે જાણો છો તેમ દિવાળીના તહેવાર પર ગણેશજી અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. ઘરોમાં રોશની કરવામાં આવે છે. લોકોને ગીફ્ટ આપવામાં આવે છે, મીઠાઈઓ વહેચવામાં આવે છે. તેમજ નવા વર્ષ માટે શુભકામના પાઠવવામાં આવે છે. દિવાળીના તહેવારમાં સૌથી વધારે ફટાકડાં ફોડવામાં આવે છે. પરંતુ તેમા ધ્યાન ન રાખવામાં આવે તો મોટું નુકસાન  પણ થઈ શકે છે. 

સામાન્ય રીતે હંમેશા જમીન પર જ ફટાકડા ફોડવામાં આવે છે

ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે દિવાળીના તહેવાર સાથે જોડાયેલ છે. દિવાળી પર ફટાકડા ફોડવાના શોખીનોની દેશમાં કોઈ કમી નથી. લોકો ખતરનાર રીતે ફટાકડા ફોડતા હોય છે. પરંતુ જો કેટલીકવાર થોડીક પણ લાપરવાહી કરવામાં આવે તો મોટી દુર્ઘટના બની શકે છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી ફટાકડા ફોડવાની કોશિશ કરી રહી છે. સામાન્ય રીતે તો હંમેશા જમીન પર જ ફટાકડા ફોડવામાં આવે છે. પરંતુ આ છોકરી હાથમાં ફટાકડા ફોડે છે. 

હાથમાં જ ફોડી રહી છે બોમ્બ અને પછી જે થયું તે.....

આ છોકરી હાથમાં એક મીર્ચી બોમ્બ રાખીને ફોડવા જઈ રહી છે. હાથમાં ફટાકડા ફોડીને કેટલાક લોકો પોતાની બહાદુરી દેખાડતા હોય છે. આ છોકરી હાથમાં એક મીર્ચી બોમ્બ રાખી તેને સળગાવી હવામાં ઉછાળતી જોવા મળે છે. પરંતુ તે હાથમાંથી હવામાં ઉછાળે તે પહેલા જ હાથમા ફુટી જાય છે. હાથમાં ફટાકડો ફુટવાના કારણે તેને ભયંકર દુખાવો થઈ રહ્યો છે અને તે આમ-તેમ ભાગી રહી છે. જોકે, મીર્ચી બોમ્બ હાથમાં ફુટવા દરમ્યાન તેને કોઈ ખાસ ગંભીર ઈજા નહોતી થઈ, નહીં તો તેનું પરિણામ ભયંકર આવી શકતું હતું. એટલે તહેવારના સમયે તમે પણ સંભાળીને ફટાકડા ફોડજો. 


Google NewsGoogle News