ભૂલથી પણ આ નંબર પર ડાયલ ન કરતા નહીંતર પસ્તાશો, ટેલિકોમ વિભાગની ચેતવણી
Image Source: Freepik
નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી 2024 શુક્રવાર
કેન્દ્ર સરકારના ટેલિકોમ વિભાગ સાઈબર છેતરપિંડી રોકવા માટે એક્ટિવ પગલા ઉઠાવતા રહે છે અને દરમિયાન વધુ એક એલર્ટ જારી કર્યું છે. આ એલર્ટને જારી કરવાનું કારણ એ છે કે કોલ ફોરવર્ડ કરાવીને ફ્રોડસ્ટર્સ સાઈબર ક્રાઈમ કરી રહ્યા છે અને લોકોને ફ્રોડનો શિકાર બનાવી રહ્યા છે.
ફ્રોડથી સાવધાન રહો
દેશના ટેલીકોમ ડિપાર્ટમેન્ટે શંકાસ્પદ કોલ આવવા પર એલર્ટ રહેવા માટે કહ્યુ છે. જેમાં *401# બાદ કોઈ અજાણ્યા મોબાઈલ નંબર ડાયર ન કરવાની સલાહ જાહેર કરી છે કેમ કે આવુ કરવાથી તમારા મોબાઈલથી કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પર બેરોક-ટોક કોલ ફોરવર્ડિંગ એક્ટિવ થઈ જાય છે. તેનાથી તમામ ઈનકમિંગ કોલ ફ્રોડ શખ્સને મળવા લાગે છે અને તેનો ઉપયોગ ફ્રોડ માટે થઈ શકે છે.
દૂરસંચાર વિભાગ ચલાવી રહ્યુ છે અભિયાન
સંચાર મંત્રાલયના દૂરસંચાર વિભાગ-ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકમ્યૂનિકેશન્સ (ડીઓટી) એ ખોટા ઈરાદે કરવામાં આવી રહેલા ઈનકમિંગ કોલ રોકવા અને સાઈબર ગુના અને છેતરપિંડીથી સેફ્ટી માટે સક્રિય અભિયાન ચલાવ્યુ છે. જેમાં જણાવાઈ રહ્યુ છે કે ભેજાબાજની કામ કરવાની રીત કઈ છે અને તેમની ક્રાઈમ કરવાની વર્કિંગ સ્ટાઈલ શું હોય છે. તેની જાણકારી આપતા ટેલીકોમ ડિપાર્ટમેન્ટે આવી ઈનકમિંગ કોલથી સાવધાન રહેવાની સલાહ આપી છે.
ટેલીકોમ ડિપાર્ટમેન્ટે ટ્વીટ કરી
ડીઓટીએ આ મુદ્દે ટ્વીટ પણ કરી છે અને તેમાં ટેલીકોમ યુઝર્સને *401# અને તે બાદ કોઈ અજાણ્યા મોબાઈલ નંબરને ડાયલ કરનારા કોલ્સથી એલર્ટ રહેવાની સલાહ આપી છે. ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર પોતાના કસ્ટમર્સને ક્યારેય પણ *401# ડાયલ કરવા માટે કહેતા નથી.
કેવી રીતે ફસાવે છે ફ્રોડ કોલર
ટેલીકોમ યૂઝર્સને આ ફ્રોડ કોલ કરે છે અને તેમના ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડરની કસ્ટમર સર્વિસ રીપ્રેઝન્ટેટિવ કે ટેકનિકલ સપોર્ટ સ્ટાફ હોવાનો દાવો કરે છે. આ ફ્રોડ શખ્સ ગ્રાહકને કહે છે કે તેમના સિમ કાર્ડમાં કોઈ સમસ્યા છે કે નેટવર્ક કે સર્વિસની ક્વોલિટી સંબંધિત કોઈ સમસ્યા છે. આ સમસ્યાને ઠીક કરવા માટે તેમને એક ખાસ કોડ ડાયલ કરવો પડશે. આ કોડ સામાન્ય રીતે *401# થી શરૂ થાય છે અને તે બાદ એક મોબાઈલ નંબર હોય છે. ટેલીકોમ યૂઝર્સ આવી જાળમાં ફસાઈ જાય છે અને જો તે આ કોડ ડાયલ કરી દે છે તો તેમના મોબાઈલ ફોનથી બેરોકટોક કોલ ફોરવર્ડિંગ સક્રિય થઈ જાય છે. જે બાદ તેમના ફોન પર આવનારા તમામ કોલ ફ્રોડ વ્યક્તિના મોબાઈલ નંબર પર જતા રહે છે. જે બાદ આ સાઈબર ક્રિમિનલ તમામ ઈનકમિંગ કોલ પ્રાપ્ત કરી લે છે અને તેનો ઉપયોગ છેતરપિંડી માટે કરવામાં આવી શકે છે.
ટેલીકોમ કસ્ટમર્સ પોતે પણ સાવધાન રહે
ડીઓટી સક્રિયરીતે તમામ કસ્ટમર્સને જાણકારી આપતા રહ્યા છે અને નિયમિતરીતે યાદ અપાવતા રહ્યા છે કે પોતાની સુરક્ષા કેવી રીતે કરાય. તમે પણ પોતાના મોબાઈલ ફોનના સેટિંગની તપાસ કરો. તમે જાણકારી મેળવો કે કોલ ફોરવર્ડિંગ ચાલુ તો નથી ને અને આવુ થવા પર તાત્કાલિક કોલ ફોરવર્ડિંગને બંધ કરો. આ સુવિધાનો ઉપયોગ માત્ર જરૂરિયાત હોય ત્યારે જ કરો.