DMK સાંસદના વિવાદાસ્પદ નિવેદનથી સંસદમાં હંગામો, કહ્યું ‘BJP માત્ર ગૌમુત્રવાળા રાજ્યોમાં જીતે છે’
સંસદના શિયાળુ સત્રમાં સેંથિલ કુમારે હિન્દી ભાષી રાજ્યો અંગે વિવાદાસ્પદ નિવેદન કરતા અન્ય રાજકીય પક્ષો વિફર્યા
સેંથિલે કહ્યું કે, ભાજપની તાકાત માત્ર હિન્દી રાજ્યોમાં ચૂંટણી જીતવાની, જેને અમે ‘ગૌમૂત્ર’ રાજ્યો કહીએ છીએ
નવી દિલ્હી, તા.05 નવેમ્બર-2023, મંગળવાર
DMKના સાંસદ સેંથિલ કુમાર (Senthil Kumar)ના વિવાદસ્પદ નિવેદન બાદ સંસદમાં ભારે હંગામો થયો છે. તેમણે સંસદના શિયાળુ સત્ર દરમિયાન હિન્દી ભાષી રાજ્યો અંગે વિવાદાસ્પદ નિવેદન કરતા અન્ય રાજકીય પક્ષો ભારે ગુસ્સો ભરાયા છે. અન્ય પક્ષોના નેતાઓએ સેન્થિલના નિવેદનને અમર્યાદિત ગણાવી તેમને માફી માગવા કહ્યું છે, તો કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમે (Karti Chidambaram) પણ સેંથિલ કુમારના નિવેદને અયોગ્ય નિવેદન કર્યું હોવાનું જણાવ્યું છે. DMK સાંસદ DNV સેંથિલકુમાર એસ.ના વિવાદિત નિવેદનના કારણે હોબાળો થયો. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવાઈ છે.
‘ભાજપની તાકાત માત્ર હિન્દી રાજ્યોમાં ચૂંટણી જીતવાની’
ડીએમકે સાંસદ ડીએનવી સેંથિલ કુમાર એસ.એ લોકસભા (Parliament)માં આજે હિન્દી ભાષી રાજ્યોનો ઉલ્લેખ કરી કહ્યું કે, ભાજપ માત્ર હિન્દી પટ્ટીવાળા રાજ્યોમાં જ જીત શકે છે. આ દેશના લોકોએ એવું વિચારવું જોઈએ કે, ભાજપની તાકાત માત્ર હિન્દી પટ્ટીવાળા રાજ્યોમાં ચૂંટણી જીતવાની છે, જેને અમે સામાન્ય રીતે ‘ગૌમૂત્ર’ રાજ્યો કહીએ છીએ. સેંથિલ કુમાર સંસદમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. ભાષણ દરમિયાન તેઓ દક્ષિણ ભારત રાજ્યો તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગણામાં ભાજપના પ્રદર્શન પર પણ બોલ્યા.
દેશ આ પ્રકારનું અપમાન સહન નહીં કરે : મીનાક્ષી લેખી
સેંથિલ કુમારના વિવાદાસ્પદ નિવેદન પર કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી (Meenakshi Lekhi)એ કહ્યું કે, તેમનું નિવેદન સનાતની પરંપરાનું મોટું અપમાન છે. દેશ સનાતની પરંપરા અને સનાતનિયોનું આવું અપમાન દેશ સહન નહીં કરે. ડીએમકે હોય કો પછી અન્ય પક્ષોના લોકો... જે લોકો દેશની આસ્થાને ઠેર પહોંચાડશે, તેને પ્રજા જડબાતોડ જવાબ આપશે.
સેંથિલના નિવેદન પર ભાજપ-કોંગ્રેસે પણ આપી પ્રતિક્રિયા
સેંથિલના નિવેદન પર ભાજપ સાંસદ અન્નપૂર્ણા દેવી (Annapurna Devi Yadav)એ નબળી માનસિકતા કહી છે. તેમણે કહ્યું કે, આ નબળી માનસિકતાનો પરિચય છે. આ જનાદેશ છે. રાજ્યની જનતાએ વિશ્વાસ સાથે ભાજપને મત આપ્યો છે. તો કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, સેંથિલના નિવેદન સાથે અમાર કોઈ લેવા-દેવા નથી.