ડીએમકે સાંસદને ફેમાના કેસમાં 908 કરોડ રૂપિયાનો દંડ : ઇડી

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
ડીએમકે સાંસદને ફેમાના કેસમાં  908 કરોડ રૂપિયાનો દંડ : ઇડી 1 - image


- 76 વર્ષીય અગતારચકન અરાકકોનમ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્ત્વ કરે છે 

- ઇડીએ 2020માં સાંસદની 89.19 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી

નવી દિલ્હી : ડીએમકે સાંસદ એસ જગતારચકન અને તેમના પરિવારના સભ્યોને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ(ફેમા)ના નિયમોનું ભંગ કરવા સાથે સંકળાયેલા કેસમાં ૯૦૮ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે. 

ફેડરલ એજન્સીએ જારી કરેલા નિવેદન અનુસાર સપ્ટેમ્બર, ૨૦૨૦માં ૮૯.૧૯ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. આ સંપત્તિ ૨૬ ઓગસ્ટે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ(ફેમા) હેઠળ જારી એક સ્થગન આદેશ પછી જપ્ત કરવામાં આવી હતી.

૭૬ વર્ષીય અગતારચકન અરાકકોનમ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્ત્વ કરે છે. એજન્સીએ જણાવ્યું હતું કે તમિલનાડુના ઉદ્યોગપતિ અને સાંસદ, તેમના પરિવારજનો  તથા સંબધિત ભારતીય એકમ સામે ફેમા હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ તપાસ પછી સાંસદ અને પરિવારના સભ્યોના નામવાળી સ્થિર અને ચાલુ મિલકતો માટે ફેમાની કલમ ૩૭ એ કે હેઠળ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ જપ્તીના આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ તમામ મિલકતોનું મૂલ્ય ૮૯.૧૯ કરોડ રૂપિયા હતું.

ઇડીએ જણાવ્યું હતું કે ફેમાની કલમ ૩૭ એ કે હેઠળ જપ્ત કરવામાં આવેલી સંપત્તિને પણ જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ૨૬ ઓગસ્ટ, ૨૦૨૪ના ન્યાયિક આદેશ હેઠળ ૯૦૮ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

જો કે કોમ્પેટેન્ટ ઓથોરિટી (ફેમા હેઠળ કાર્યરત)એ ફેબુ્રઆરી, ૨૦૨૧માં ૨૦૨૦માં સંપત્તિ જપ્ત કરવાના આદેશને ફગાવી દીધો હતો. જેના કારણે ઇડીએ આ આદેશને એપિલેટ ટ્રિબ્યુનલમાં પડકાર્યો હતો. ઇડીના જણાવ્યા અનુસાર આ અપીલ હજુ પેન્ડિુંગ છે. 

ત્યારબાદ એજન્સીએ ડિસેમ્બર, ૨૦૨૧માં ફેમા એડજ્યુકિેટીંગ ઓથોરિટીમાં સાંસદ, તેમના પરિવારજનો  સામે ફરિયાદ કરી હતી. આ ફરિયાદ ૨૦૧૭માં સિંગાપોરની એક શેલ કંપનીમાં ૪૨ કરોડ રૂપિયાના રોકાણ સાથે સંકળાયેલી હતી.

આ ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ફેમાની જોગવાઇઓનો ભંગ કરીને તેમણે સિંગાપોરની કંપનીના શેરો પોતાના તથા પરિવારજનોના નામે ખરીદ્યા હતાં. આ ઉપરાંત તેમણે શ્રીલંકાની એક કંપનીમાં પણ ૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું.


Google NewsGoogle News