'તેઓ તમિલનાડુમાં ટોયલેટ સાફ કરે છે', ઉત્તર ભારતીયોને લઈને DMK નેતા દયાનિધિ મારનના નિવેદનથી હોબાળો
DMK MP Dayanidhi Maran on Hindi Language: DMK સાંસદ ડીએનવી સેંથિલકુમારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોને ગૌમૂત્ર રાજ્ય ગણાવ્યા હતા. આ વચ્ચે ઉત્તર ભારતીયોને લઈને DMKના વધુ એક નેતા દયાનિધિ મારને પણ અમર્યાદિત નિવેદન આપ્યું છે. મારને હિન્દી પટ્ટીના રાજ્યો બિહાર અને ઉત્તરપ્રદેશના લોકોને લઈને ફરી એકવાર વિવાદિત નિવેદન આપીને રાજનીતિમાં નવો વિવાદ શરૂ કરી દીધો છે.
DMK સાંસદ દયાનિધિ મારને કહ્યું કે, બિહાર અને ઉત્તર પ્રદેશના લોકો માત્ર હિન્દી શીખે છે, તેઓ નિર્માણ કાર્યો માટે તમિલનાડુ ચાલ્યા જાય છે. તેઓ રોડ અને શૌચાલયોની સફાઈ જેવા નાના-મોટા કામ કરે છે.
MK સ્ટાલિને પહેલા પણ DMk નેતાઓને આપી હતી સૂચના
મારને આ ઉદાહરણ માત્ર એટલા માટે આપ્યું કે, આ હિન્દી સીખવાના પરિણામો દર્શાવે છે. DMK સુપ્રીમો MK સ્ટાલિનની સૂચના બાદ પણ આ પ્રકારના નિવેદનો આવવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે ભાષાકીય મુદ્દો ફરી એકવાર ગરમાઈ શકે છે.
દયાનિધિ મારનના આ વિવાદિત નિવેદન વાળા વીડિયોનો ભાજપ નેતા સોશિયલ મીડિયા પર ખુબ શેર કરી રહ્યા છે. આ વીડિયોને લઈને ભાજપના નેતાઓ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને આના પર અભિપ્રાય પૂછી રહ્યા છે.
શહજાદ પૂનાવાલાએ યાદ કરાવ્યા સેન્થિલ કુમાર અને રેવંત રેડ્ડીના નિવેદન
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ ઉત્તર ભારતીય રાજ્યો અંગે ડીએમકે સાંસદ સેન્થિલ કુમારની આપત્તિજનક ટિપ્પણી અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની ટિપ્પણીને પણ આનાથી જોડતા મુદ્દાને ચગાવ્યો છે. રેવંત રેડ્ડીએ કહ્યું હતું કે, તેલંગાણાના ડીએનએ બિહારના ડીએનએથી સારા છે. ત્યારે, ડીએમકે નેતા દયાનિધિ મારને થોડા સમયથી શાંત પડેલા ઉત્તર-દક્ષિણ વિવાદને ફરી હવા આપવાનું કામ કરી દીધું છે.
JDU, RJD અને સપા વિપક્ષી ગઠબંધનનો ભાગ
ખાસ વાત એ છે કે, DMK વિપક્ષી 'INDIA' ગઠબંધનના સહયોગી પક્ષમાં પણ છે, જેમાં JDU, RJD અને સપા પાર્ટી પણ સામેલ છે. આ ત્રણેય વિપક્ષ ગઠબંધન પક્ષ બિહાર અને ઉત્તર પ્રદેશના મુખ્ય રાજકીય પક્ષ છે.