દુર્ઘટનાનો LIVE VIDEO : મૂર્તિ વિસર્જન દરમિયાન DJ ગાડીએ અનેક શ્રદ્ધાળુઓને કચડ્યા, મહિલા-બાળકોને ગંભીર ઈજા

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
દુર્ઘટનાનો LIVE VIDEO : મૂર્તિ વિસર્જન દરમિયાન DJ ગાડીએ અનેક શ્રદ્ધાળુઓને કચડ્યા, મહિલા-બાળકોને ગંભીર ઈજા 1 - image

Image Source: Twitter

- ઘાયલોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

ઝાંસી, તા. 25 ઓક્ટોબર 2023, શનિવાર

દેશભરમાં નવરાત્રીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. દરેક જગ્યાએ પંડાલોમાં દેવી માતાને વિવિધ રૂપોમાં શણગારવામાં આવ્યા હતા. દશેરાના દિવસે માતાના લગભગ તમામ સ્વરૂપોને નદી, તળાવ અને કૂંડોમાં વિસર્જિત કરવામાં આવે છે. આ દરમિયાન દરેક દેવી વિસર્જનમાં ક્યાંક સેંકડો તો ક્યાંક હજારો લોકો સામેલ થાય છે. ઝાંસીમાં પણ મૂર્તિ વિસર્જનનો કાર્યક્રમ ખૂબ જ ધૂમધામથી ચાલી રહ્યો હતો. ઝાંસીના પૂંછ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભૂમિયા બાબા મહારાજના સ્થાન પર બિરાજમાન દુર્ગા માને દશેરાના દિવસે વિસર્જન માટે લઈ જવામાં આવી રહ્યા હતા. દુર્ગા માતાની પ્રતિમાને જ્યારે એરચની બેટબા નદીના ઘાટ પર લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે જ જૂલુસમાં સામેલ ડીજે ભીડ પર આવી પડ્યું.

અચાનક રિવર્સ આવી અને ભીડ પર ચઢી ગઈ ગાડી

જ્યારે માતા દુર્ગાને વિસર્જન માટે લઈ જવામાં આવી રહ્યા હતી ત્યારે જ રસ્તામાં દરેક લોકો ડીજેના તેજ મ્યૂઝિક પર નાચી રહ્યા હતા, પરંતુ અચાનક ડીજેની કાર થોભી ગઈ અને પછી તે અચાનક તેજ રફ્તારથી બેક થઈ ગઈ. ડ્રાઈવર વાહન પર કાબુ મેળવે તે પહેલા જ પાછળથી ચાલી રહેલા બાળકો, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધોને વાહને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં દરેકને નાની-મોટી ઈજાઓ જ થઈ હતી અને કોઈને ગંભીર ઈજા નથી થઈ. પરંતુ આ અકસ્માતથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ પછી મા દુર્ગા સ્વરૂપને ડીજે બેન્ડ વગર જ એરચ ઘાટ પર લઈ ગયા અને ત્યાં તેમનું વિસર્જન કરવામાં આવ્યું

ઘાયલોને સામાન્ય ઈજા પહોંચી

ત્યાં હાજર લોકોનું કહેવું છે કે, માતાના આશીર્વાદથી કોઈ અનહોની નથી થઈ નહીંતર મોટી દુર્ઘટના પણ થઈ શકી હોત. ત્યાં પ્રત્યક્ષદર્શી પરશુરામે જણાવ્યું કે, પૂંછમાં એરચ રોડ પર મસ્જિદ પાસે ડીજેની આગળ પાછળ માતાઓ અને બહેનો ચાલી રહ્યા હતા. ત્યારે જ કોઈક કરણોસર ગાડીનું બેક ગિયર લાગી ગયુ. જેના કારણે ગાડીના નીચે કેટલાક લોકો આવી ગયા.દરેકને નાની-મોટી ઈજા પહોંચી છે પરંતુ તમામ સુરક્ષિત છે.

ડ્રાઈવર વિરુદ્ધ કેસ દાખલ

આ સમગ્ર મામલે પુંછ પોલીસ સ્ટેશનના અધ્યક્ષ અરુણ કુમાર તિવારીએ જણાવ્યું કે, ગઈકાલે નગરની છેલ્લી મૂર્તિનું વિસર્જન થવા જઈ રહ્યું હતું. આવી સ્થિતિમાં ડીજે ગાડીનું અગમ્ય કારણોસર બેક ગિયર લાગી ગયુ જેના કારણે પાછળ જઈ રહેલા ભક્તો ગાડીની નીચે આવી ગયા હતા અને તેમને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તમામ લોકો સુરક્ષિત છે અને તેમની સારવાર કરવામાં આવી છે. ઘાયલ મહિલાની ફરિયાદના આધારે ડીજે ગાડીના ડ્રાઈવર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



Google NewsGoogle News