Diwali 2023 : મહાકાલેશ્વર મંદિરમાં થઇ દિવાળીની ઉજવણી, તારામંડળ સાથે ભગવાનની આરતી કરાઈ
મહાકાલેશ્વર મંદિરના પૂજારીઓએ ભગવાન મહાકાલને પંચામૃત સ્નાન કરાવ્યું
ભગવાન મહાકાલને નવા વસ્ત્રો અને આભુષણ પહેરાવીને તેમનો આકર્ષક શૃંગાર કરાયો
Image:Screengab |
Diwali 2023 Celebration In Mahakal Mandir : ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર મંદિરમાં દિવાળી પર્વની શરૂઆત થઇ ચુકી છે. અહિંયા આજે સવારે વિશ્વભરમાં પ્રસિદ્ધ ભસ્મ આરતી દરમિયાન પૂજારીઓએ ભગવાન મહાકાલ સમક્ષ શગુન તરીકે તારામંડળ સળગાવીને દિવાળી(Bhasma Aarti With Sparklers)ની શરૂઆત કરી હતી. આ દ્રશ્ય ત્યાં હાજર હજારો લોકોએ નિહાળ્યું હતું. આ પહેલા ભગવાન મહાકાલનો આકર્ષક શણગાર પણ કરવામાં આવ્યો હતો.
ભગવાન મહાકાલની તારામંડળ સાથે કરવામાં આવી આરતી
કાર્તિક કૃષ્ણ ચતુર્દશીના દિવસે અભ્યંગ સ્નાન કરવાની પરંપરા છે. મહાકાલેશ્વર મંદિરના પૂજારીઓએ આ પરંપરાને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ ભગવાન મહાકાલને પંચામૃત સ્નાન કરાવ્યું હતું. ત્યારબાદ કેસર, ચંદન અને અત્તરથી બનેલું ઉબટન લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ગરમ પાણીથી ભગવાન મહાકાલને સ્નાન કરાવવામાં આવ્યું હતું. સ્નાન પછી ભગવાન મહાકાલને નવા વસ્ત્રો અને આભુષણ પહેરાવીને તેમનો આકર્ષક શૃંગાર પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અન્નકૂટ ભોગ લગાવીને તારામંડળ દ્વારા તેમની આરતી કરવામાં આવી હતી.
હરિ-હર મિલન
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં હરિ-હર મિલનની પણ પરંપરા છે. આ દરમિયાન કારતક શુક્લ ચતુર્દશીની રાત્રે ભગવાન મહાકાલની સવારી ગોપાલ મંદિરે જાય છે. અહીં હરિ એટલે કે શિવ અને હર એટલે કે શ્રી કૃષ્ણની મૂર્તિઓને એકબીજાની સામે મુકવામાં છે. બંને મંદિરના પૂજારીઓ બંને દેવતાઓ વતી ભેટોનું આદાનપ્રદાન કરે છે. આને હરિ-હર મિલન કહેવામાં આવે છે.