મર્ડર મિસ્ટ્રી: 11 દિવસ બાદ મળ્યો દિવ્યા પાહુજાનો મૃતદેહ, કેમ કરાઈ હતી આ મોડલની હત્યા?

હરિયાણા પોલીસને ફતેહાબાદ જિલ્લાની ટોહાના કેનાલમાંથી દિવ્યાનો મૃતદેહ મળ્યો

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
મર્ડર મિસ્ટ્રી: 11 દિવસ બાદ મળ્યો દિવ્યા પાહુજાનો મૃતદેહ, કેમ કરાઈ હતી આ મોડલની હત્યા? 1 - image


Divya Pahuja Murder Case: હરિયાણાના ગુરુગ્રામમાં મોડલ દિવ્યા પાહુજાની હત્યાએ ચકચાર જગાવી છે. હત્યાના 11 દિવસ બાદ હરિયાણા પોલીસને દિવ્યા પાહુજાનો મૃતદેહ ટોહાના કેનાલમાંથી મળી આવ્યો છે. દિવ્યા પાહુજા ગેંગસ્ટર સંદીપ ગાડોલીની ગર્લફેન્ડ હતી અને બીજી જાન્યુઆરીએ તેની હત્યા કરવામાં આવી હતી. દિવ્યા હત્યા કેસના મુખ્ય આરોપી અભિજિત સિંહે મૃતદેહને સગેવગે કરવાનું કામ બલરાજ ગિલ અને ઓમ પ્રકાશને સોંપ્યું હતું. જોકે, પોલીસે બંનેની ધરપકડ કરી હતી.

દિવ્યા પાહુજાની ગોળી મારીને હત્યા

હરિયાણા પોલીસ છેલ્લા 11 દિવસથી દિવ્યાનો મૃતદેહ શોધવામાં લાગી હતી, પોલીસે એ કાર પણ કબ્જે કરી હતી, જેમાં દિવ્યાનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો. બીજી જાન્યુઆરીએ ગુરુગ્રામની ધ સિટી પોઈન્ટ હોટલના રૂમ નંબર 111માં મોડલ દિવ્યા પાહુજાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

જાણો સમગ્ર ઘટના ક્રમ

પહેલી જાન્યુઆરીએ દિવ્યા પાહુજા આરોપી અભિજિત સિંહ સાથે ફરવા ગઈ હતી અને ત્યારબાદ બીજી જાન્યુઆરીએ સવારે 4:15 વાગ્યે અભિજિત અને અન્ય વ્યક્તિ સાથે ગુરુગ્રામની સિટી પોઈન્ટ હોટેલ પહોંચી હતી. બીજી જાન્યુઆરીની રાત્રે અભિજિત સિંહે તેના અન્ય સાથીઓએ સાથે મળીને દિવ્યાની હત્યા કરી હતી, ત્યારબાદ દિવ્યાનો મૃતદેહને સગેવગે કરવાના અન્ય બે લોકોને તેની કાર અને 10 લાખ રૂપિયા આપ્યા હતા. જો કે, પોલીસે અભિજિત અને અન્ય બેને ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે, ગુરુગ્રામ ગેંગસ્ટર સંદીપ ગાડોલીના એન્કાઉન્ટરમાં સૌથી પહેલા દિવ્યા પહુજાનું નામ સામે આવ્યું હતું.

હોટલના CCTV ફૂટેજમાં શું સામે આવ્યું?

પોલીસના જણાવ્યા અનુસાર, દિવ્યા પાહુજા પાંચ લાકો સાથે ગુરુગ્રામની ધ સિટી પોઈન્ટ હોટલ પહોંચી હતી, જ્યા દિવ્યાને માથામાં ગોળી મારવામાં આવી હતી કારણ કે તે હોટલ માલિક અભિજિતની અશ્લીલ તસવીરોને લઈને બ્લેકમેલ કરીને પૈસા પડાવી રહી હતી. CCTV ફૂટેજમાં અભિજિત સિંહ સહિત શંકાસ્પદ લોકો દિવ્યાના મૃતદેહને ચાદરમાં લપેટીને BMW કાર તરફ લઈ જતા જોવા મળ્યા હતા. અભિજિતે હોટલથી લગભગ એક કિલોમીટર દૂર બલરાજ ગિલ ઉર્ફે હેમરાજને આ કાર સોંપી હતી. BMW કાર પંજાબના પતિયાલાના બસ સ્ટેન્ડ પરથી મળી આવી હતી.


Google NewsGoogle News