દરિયામાં 70 મીટર ઉંડે લગાવે છે ડુબકી, 13 મીનિટ સુધી રહે છે શ્વાસ લીધા વિના
આંદામાન નિકોબાર અને દક્ષિણ પૂર્વ એશિયામાં આ જનજાતિ વસે છે
ડીએનએમાં ફેરફાર થવાથી બરોળના રકતકણો ઓકિસજન પૂરો પાડતા રહે છે
નવી દિલ્હી,4 ઓકટોબર,2023,બુધવાર
આંદામાન નિકોબાર અને દક્ષિણ પૂર્વ એશિયામાં બાજાઓ નામની જનજાતિ સદીઓથી વસે છે. તેઓ સમુદ્રના તળિયે ૭૦ મીટર સુધી જઇને માછલીઓ પકડે છે એટલું જ નહી તેઓ દરિયામાં ડુબકી માર્યા પછી ૧૩ મીનિટ સુધી શ્વાસ લીધા વીના રહી શકે છે. આટલા લાંબા સમય સુધી શ્વાસ લીધા વીના કેવી રીતે રહી શકે છે. પહેલા તો લોકો આ માનવા તૈયાર થતા ન હતા પરંતુ ઘણા લોકોએ બાજાઓ જનજાતિના યુવાનોને આ પ્રકારે સમુદ્રમાં ઉંડે સુધી લાંબી ડુબકી મારતા જોયા છે.
વિજ્ઞાાનીઓએ આ રહસ્ય ઉકેલવા પ્રયાસ કરતા જાણવા મળ્યું કે આ ડીએનએ પરીવર્તનના કારણે શકય બન્યું છે. તેના પર લાંબુ સંશોધન કરતા માલૂમ પડયું છે કે બાજાઓ કબીલાના લોકોની બરોળ સમયની સાથે ઘણી મોટી થઇ ગઇ છે. આ બરોળ શરીરમાં ઓકિસજનના લાલ સમૃધ્ધ રકતકણોનો સંગ્રહ કરે છે. જયારે જરુર પડે ત્યારે બરોળમાં રહેલા રકતકણો પૂરતા પ્રમાણમાં ઓકિસજન પૂરો પાડે છે.
આથી જ તો બાજાઓ મરજીવાઓના શરીરમાં ઓકિસજન જળવાઇ રહેતો હોવાથી દરિયામાં ૧૩ મીનિટ સુધી શ્વાસ લીધા વિના રહી શકે છે.એક સ્ટડી મુજબ બાજાઓ કબીલાના લોકો ઓકિસજનની અછત ધરાવતા વાતાવરણમાં રહેવા ટેવાઇ ગયા છે. આથી તેઓ જમીન પર ચાલતા હોયતો પણ લાંબા સમય સુધી ઓકિસજન વિના રહી શકે છે.
વૈજ્ઞાનિકોએ દરિયામાં ડુબકીઓ નહી લગાવતા સાલુઆન કબીલાના લોકો સાથે સરખામણી કરતા માલૂમ પડયું કે બાજાઓ કબીલાના લોકોની બરોળ ૫૦ ટકા વધુ મોટી હતી. માણસ વિકટ સંજોગોમાં પણ જીવવા ટેવાઇ જતો હોય છે તેઓ રોજબરોજની જિંદગીનો ૬૦ ટકાથી પણ વધુ સમય દરિયામાં ડૂબકીઓ મારીને માછલીઓ શોધવામાં વિતાવે છે.બાજાઓ કબીલાના લોકો ઇન્ડોનેશિયા,મલેશિયા અને ફિલિપાઇન્સમાં પણ જોવા મળે છે.