Get The App

મહારાષ્ટ્રમાં ફરી મહાયુતિમાં વિખવાદ! જાણો શિંદે અને પવાર માટે ગાર્ડિયન મંત્રી પદ કેમ મહત્ત્વનું છે

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં ફરી મહાયુતિમાં વિખવાદ! જાણો શિંદે અને પવાર માટે ગાર્ડિયન મંત્રી પદ કેમ મહત્ત્વનું છે 1 - image


Image: Facebook

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારમાં વિભાગોની વહેંચણી બાદ હવે ગાર્ડિયન મંત્રી પદની રાહ જોવાઈ રહી છે. મંત્રાલયો બાદ હવે ગાર્ડિયન મંત્રી પદને લઈને પણ એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીની વચ્ચે ખેંચતાણ શરુ થઈ ગઈ છે. આને લઈને અમુક જિલ્લામાં સંઘર્ષ ઝડપી થવાની આશંકા છે.

મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિના ત્રણ મોટા પક્ષ ભાજપ, શિવસેના અને એનસીપી એક સાથે આવી અને વિધાનસભામાં મોટી સફળતા મેળવી. આ જીત છતાં ત્યાં કેબિનેટ વિસ્તરણમાં 16 દિવસ લાગી ગયા. આ કેબિનેટ વિસ્તરણમાં ત્રણેય પક્ષોના પ્રમુખોને ફૂંકી-ફૂંકીને પગલું મૂકવું પડ્યું. આ દરમિયાન શિવસેના અને એનસીપીમાં નારાજગી પણ જોવા મળી. હવે આ મામલો શાંત થયો તો ગાર્ડિયન મંત્રીના પદને લઈને ત્રણેય પક્ષ એક વખત ફરી ગૂંચવાયેલા જોવા મળ્યા.

આ જિલ્લામાં ગાર્ડિયન મંત્રી પદને લઈને વિવાદ

ગાર્ડિયન મંત્રી પદ માટે બીડમાં આકરી પ્રતિસ્પર્ધા જોવા મળી શકે છે. અહીંથી આવતા પંકજા મુંડે અને ધનંજય મુંડે બંને ભાઈ-બહેન છે. દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં બંનેને મંત્રી બનાવાયા છે. દરમિયાન તમામની નજર આ વાત પર ટકેલી છે કે આ બંનેમાંથી કોને ગાર્ડિયન મંત્રી પદ મળશે.

લાંબી રાહ જોયા બાદ મહાડ પોલાદપુરના ધારાસભ્ય ભરત ગોગાવલેને મંત્રી પદ મળ્યું, પરંતુ હવે રાયગઢના સંરક્ષક મંત્રી પદને લઈને વિવાદ છેડાઈ ગયો છે. ગોગાવલેએ ગાર્ડિયન મંત્રી પદ પર દાવો કર્યો છે. તે સતત બીજી વખત મંત્રી પદ પર બેસેલા અદિતિ તટકરે પણ ગાર્ડિયન મંત્રી પદની રેસમાં છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ફરી ભાજપ ભીંસમાં: બંગલાની જગ્યાએ ફ્લેટ મળતા શિંદે જૂથના અનેક નેતા નારાજ

અજિત દાદાની ચંદ્રકાંત પાટિલ સાથે ટક્કર

સતારામાં ગાર્ડિયન મંત્રી પદ માટે શંભુરાજ દેસાઈ અને પહેલી વખત મંત્રી બનેલા શિવેન્દ્રરાજે ભોસલેમાં આકરી ટક્કર છે. ચર્ચા છે કે કોલ્હાપુરના ગાર્ડિયન મંત્રી પદ માટે હસન મુશ્રીફની સાથે-સાથે પ્રકાશ અબિતકર પણ મજબૂતીથી મેદાનમાં ઉતરી રહ્યા છે.

ગાર્ડિયન મંત્રી માટે ચંદ્રકાંત પાટિલનું નામ પણ રેસમાં છે. ખાસ વાત એ છે કે ચંદ્રકાંતના નામની ચર્ચા માત્ર કોલ્હાપુર માટે નથી પરંતુ પૂણેના ગાર્ડિયન મંત્રી પદ માટે પણ તેમના નામની ચર્ચા છે પરંતુ તેમની ટક્કર સીધી અજિત દાદા સાથે છે.

ગાર્ડિયન મંત્રી શું છે?

મહારાષ્ટ્રમાં ગાર્ડિયન મંત્રી એક વિશિષ્ટ પદ હોય છે, જે રાજ્ય સરકાર તરફથી દરેક જિલ્લા માટે નોમિનેટ કરવામાં આવે છે. આ મંત્રી તે જિલ્લાના તંત્ર અને વિકાસ કાર્યો માટે જવાબદાર હોય છે. આ પદ રાજ્યમાં સુશાસન નક્કી કરવા અને જિલ્લાના સમગ્ર વિકાસમાં મદદ કરવાના હેતુથી બનાવવામાં આવ્યું છે.

ગાર્ડિયન મંત્રીનું શું-શું કાર્ય?

જિલ્લાનું પ્રતિનિધિત્વ: ગાર્ડિયન મંત્રી પોતાના જિલ્લામાં સરકારની યોજનાઓ અને નીતિઓનું કાર્યાન્વયન નક્કી કરે છે.

સમન્વય: જિલ્લાસ્તરીય તંત્ર, જેમ કે જિલ્લા કલેક્ટર, જિલ્લા પરિષદ અને અન્ય સરકારી વિભાગોની સાથે તાલમેલ બેસાડવામાં મદદ કરે છે.

વિકાસ કાર્યોની નજર: જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કાર્યો, પરિયોજનાઓ અને યોજનાઓની સમીક્ષા અને પ્રગતિ પર નજર રાખે છે.

સમસ્યાઓનું સમાધાન: જિલ્લામાં જનતા સાથે જોડાયેલી સમસ્યાઓને સમજવા અને તેમનું સમાધાન કાઢવામાં ભૂમિકા નિભાવે છે.

વિશેષ અધિકાર: કુદરતી આપત્તિઓ કે અન્ય કટોકટીની સ્થિતિઓમાં જિલ્લાના રાહત અને બચાવ કાર્યોને યોગ્ય રીતે સંચાલિત કરવાની જવાબદારી.

ગાર્ડિયન મંત્રી બનાવવાનો હેતુ

ગાર્ડિયન મંત્રીની નિમણૂકનો હેતુ એ નક્કી કરવાનો છે કે રાજ્ય સરકારની યોજનાઓ અને નીતિઓ દરેક જિલ્લામાં પ્રભાવી રીતે લાગુ થાય. આ વ્યવસ્થા જિલ્લાની વચ્ચે અસંતુલનને ઘટાડવા અને વિકાસમાં ઝડપી લાવવા માટે કરવામાં આવે છે.


Google NewsGoogle News