Get The App

રસ્તા વચ્ચે ભાજપ સાંસદ અને TMC નેતા વચ્ચે તુ તુ મેં મેં, હોર્ન વગાડવા મુદ્દે તકરાર, ચક્કાજામ થતાં લોકોને થઈ હાલાકી

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
રસ્તા વચ્ચે ભાજપ સાંસદ અને TMC નેતા વચ્ચે તુ તુ મેં મેં, હોર્ન વગાડવા મુદ્દે તકરાર, ચક્કાજામ થતાં લોકોને થઈ હાલાકી 1 - image


Kolkata: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ટીએમસી અને ભાજપનાના બે મોટા નેતાઓ વચ્ચે રસ્તા પર જ બબાલ થઈ ગઈ હતી. શુક્રવારે રાત્રે લગભગ 10:00 વાગ્યે અહીં બંને નેતાઓ વચ્ચે ઝઘડો થઈ ગયો હતો,જોકે, બાદમાં પોલીસે આ મામલો શાંત પાડ્યો હતો. ટીએમસી ધારાસભ્ય બાબુલ સુપ્રિયો અને ભાજપ સાંસદ અભિજીત ગાંગુલી વચ્ચે બબાલ થઈ ગઈ હતી. આ બબાલનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં બંને પક્ષો વચ્ચે ઝઘડો જોઈ શકાય છે. આ દરમિયાન ટીએમસી ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે મારી કાર રોકી દેવામાં આવી અને મને અપશબ્દો બોલવામાં આવ્યા. આ બબાલ વધી જતાં લોકોની ભીડ ઘટના સ્થળે ઉમટી પડી હતી.

હૂટર વગાડીને ડિસ્ટર્બ કરવાનો આરોપ

તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય બાબુલ સુપ્રિયો અને ભારતીય જનતા પાર્ટીના તામલુકના સાંસદ અને પૂર્વ જસ્ટિસ અભિજીત ગાંગુલી વચ્ચે વિવાદનો મામલો સામે આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય બાબુલ સુપ્રિયોએ આરોપ લગાવ્યો છે કે, મારી કારને અપશબ્દો કહી ટાર્ગેટ કરવામાં આવી. તેમણે એમ પણ કહ્યું કે, મારી કાર પર MLA નથી લખેલું નથી અને તમે MP લખીને ફરી રહ્યા છો. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ હૂટર દ્વારા રસ્તા પર ચાલતા વાહનોને ડિસ્ટર્બ કરી રહ્યા છે. જોકે, થોડી જ વારૃબાદ બીજા હુગલી બ્રિજ પર બંને પક્ષો વચ્ચે બબાલ થઈ હતી, જેનો પોલીસ દ્વારા ઉકેલ લવાયો હતો. 



સાંસદ અને ધારાસભ્ય વચ્ચે વિવાદ

તમને જણાવી દઈએ કે બાબુલ સુપ્રિયો પશ્ચિમ બંગાળનો જાણીતો ચહેરો છે, જેઓ ટીએમસીના ધારાસભ્ય છે. અભિજીત ગાંગુલી પણ પૂર્વ ન્યાયાધીશ રહી ચૂક્યા છે અને પશ્ચિમ બંગાળની તામલુક લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે. બંને વચ્ચેના વિવાદનો વીડિયો સામે આવ્યો છે. હાલ તો પોલીસે આ મામલો ઠાળે પાડ્યો છે. બંનેને લઈને પાર્ટી તરફથી કોઈ નિવેદન જારી કરવામાં નથી આવ્યું. 


Google NewsGoogle News